તાજેતરમાં અમદાવાદ ખાતે ૫૮ મી ગુજરાત સ્ટેટ રાયફલ – પિસ્તોલ શૂટીંગ સ્પર્ધા -૨૦૨૨ નું આયોજન થયેલ જેમાં પોરબંદર જિલ્લાના રમતવીરોએ જિલ્લાનું ગૌરવ વધાર્યુ
તાજેતરમાં અમદાવાદ ખાતે ૫૮ મી ગુજરાત સ્ટેટ રાયફલ - પિસ્તોલ શૂટીંગ સ્પર્ધા –૨૦૨૨ નું આયોજન થયેલ જેમાં પોરબંદર જિલ્લાની એકમાત્ર રાયફટ - પિસ્તોલ શૂટીંગ સંસ્થા પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસોશીએશનના રમતવિરોએ પણ ભાગ લીધેલો અને ૧૦ મીટર પિસ્તોલ શૂટીંગ નેશનલ રૂલ્સ ઈવેન્ટમાં રાજ્યકક્ષાએ પોરબંદર જિલ્લાની ટીમે દ્વિતીય ક્રમે આવી સીલ્વર મેડલ મેળવ્યો જે ટીમમાં નિલેષકુમાર જી . જોષી , કાર્તિક પરમાર અને પીયુષ ચાવડાની ટીમે ભાગે લીધેલ હતો .
જયારે વ્યકિતગત ઈવેન્ટમાં નિલેષકુમાર જી . જોષી ( એડવોકેટ ) ૧૦ મીટર પિસ્તોલ માસ્ટર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે . તે ઉપરાંત તેઓએ ૫૦ મીટર ફી પિસ્તોલ માસ્ટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , પોરબંદર બાર એસોસીએશનના એડવોકેટ નિલેષકુમાર જી . જોષીએ ત્રણ મેડલો મેળવી પોરબંદર જિલ્લા સાથે પોરબંદર જિલ્લા બાર એસોશીએનનું પણ ગૌરવ વધારેલ છે . તેમજ પોરબંદર જિલ્લાના શુટીંગ કોચ દિવ્યરાજસિંહ રાણાના નેતૃત્વ અને તેઓના માર્ગદર્શન અને સૂ – યોજનાબધ તાલીમના ફળ સ્વરૂપ ઉપરોકત વિગતેના રમતવીરોએ મેદાન મારેલ છે . અને તે સિવાયના અન્ય પોરબંદર રાયફલ કલબના શૂટરો ( ૧ ) નિલેષકુમાર જી . જોષી , ( ૨ ) કાર્તિક પરમાર , ( ૩ ) પિયુષ ચાવડા , ( ૪ ) રામ ટીંબા , ( ૫ ) સતિષ ગોહીલ , ( ૬ ) પૃથવીરાજસિંહ રાણા , ( ૭ ) જય ઠાકર , ( ૮ ) અનુવિરસીંગ ચૌહાણ તથા કોચ શ્રી દિવ્યરાજસિંહ રાણાએ કવોલીફાઈડ થઈ હવેપછીની નેશનલ કક્ષાની પ્રતિયોગીતામાં ભાગ લેવાની રાહ કંડારેલ છે . અને ઉપરોકત તમામ શૂટરો તથા અન્ય શૂટરો સાથે તમામ ખેલાડીઓ હવેપછીની ૩૧ મી ઓલ ઈન્ડીયા જી.વી.માવલણકર શૂટીંગ ચેમપ્ટનશીપ કે , જે તિરૂવંથપુરમ ( કેરલા ) મુકામે યોજાનાર હોય તેમાં ભાગ લઈ સમગ્ર રાજ્યની કિર્તીમાં વધારો કરશે .
આ તકે પોરબંદર ડીસ્ટ્રીકટ રાયફલ એસો . ના કોચશ્રી દિવ્યરાજસિંહ રાણાએ નિઃસૂલક સેવા આપેલ છે . ઉપરાંત દિવ્યરાજસિંહ રાણાએ સંસ્થાના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીઓ એમ.જી.શીંગરખીયા ( એડવોકેટ ) તથા ભરત બી . લાખાણી ( એડવોકેટ ) , એન.જી.જોષી ( એડવોકેટ ) વિગેરેનાઓએ કોઈપણ જાતના સ્વાર્થ વગર આર્થીક - વ્યકિતગત રીતે પોતાનું યોગદાન આપેલ હોય અને જેઓના યોગદાનના કારણે જ ઉપરોકત સિધ્ધીઓ પ્રાપ્ત થયેલ હોય અને તેથી ઉપરોકત સિધ્ધીઓનો શ્રેય તેઓને આપેલ તે સમયે સંસ્થાના પ્રમુખશ્રી – ટ્રસ્ટીઓએ કવોલીફાઈડ ( એન.આઈ.એસ. ) કોચ - દિવ્યરાજસિંહ દ્વારા નિસ્વાર્થ ભાવે તેમજ નિઃસૂલ્ક આપવામાં આવી રહેલ સેવાને પણ બીરદાવેલી .