ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ની ચુંટણી જેમજેમ નજીક આવતી જાય છે એમ એમ રાજકીય ગરમાવો જોવા મળી રહેલ છે.વિધાનસભા ૨૦૨૨ જીતવા માટે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ જામેલો છે. ત્યારે ૨૦૧૭ માં કોંગ્રેસ ને ડાંગાવદરના મતદારોએ ખોબલે ને ધોબલે મત આપેલ હતા.કોંગ્રેસ ની વોટબેંક ગણાતા ડાંગાવદર ગામના સહુથી મોટાએવા એકજ પરીવાર તમામ નવયુવાનો એ આજરોજ ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં કેસરીયો ખેસ પહેરી લીધેલ છે.ધારી તાલુકા કોંગ્રેસના મહામંત્રી રોહીત સરધારાના ગામમાં ભાજપે પાડેલ આ ગાબડું આવનારા દિવસોમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ૧ સાંધે છે ત્યાં ૧૩ તુટે છે એવો ધાટ જોવા મળી રહેલ છે