દિયોદર માં પ્રજા વિજય પક્ષ ના ઉમેદવાર ડૉ.નયનસિંહ પઢારે નોંધાવી ઉમેદવારી..

. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ ગઈ છે.ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર વિધાનસભામાં પ્રજા વિજય પક્ષના ઉમેદવાર ડોક્ટર નયનસિંહ પઢારે પોતાના સમર્થકો સાથે ગત તા.૧૫/૧૧/૨૨ ના રોજ દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચી વિજય મુહર્ત માં ઉમેદવારી નોંધાવી હતી ડોક્ટર નયન સિંહ પઢાર દિયોદર તાલુકાના ચીભડા ગામના વતની છે. આ વખતે પ્રજા વિજય પક્ષમાં પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે ત્યારે હવે દીયોદર વિધાનસભાની બેઠક ઉપર પણ પોતે પોતાના પ્રજા વિજય પક્ષની ઉમેદવારી નોંધાવી છે...