કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો. બોરીસાગર ની સેવાકીય કામગીરી થી સહુ લોકો વાકેફ હશે. એમાં પણ સમગ્ર ખાંભા શહેર અને તાલુકા ના લોકો હંમેશાં રાજકીય આગેવાન તરીકે નહી પરંતુ સેવાભાવી ડોક્ટર તરીકે ડો. બોરીસાગર ને માન આપે છે. ગરીબ દરદીઓ માટે ભગવાન સમાન ડોકટર આજે પોતાની રાજકીય કારકિર્દી ની ઈનિંગ ખેલવા મેદાનમાં ઉતરેલ છે ત્યારે જનતા ડોક્ટર બોરીસાગર ને મત આપવો કે ન આપવો તેવા અવઢવ માં હોય તેવુ લાગે છે. ડોક્ટર તરીકે જાણીતા બોરીસાગર વિધાનસભા ૨૦૨૨ માં જો જીતશે તમે ખાંભા શહેર મુકીને વિધાનસભા ના પ્રતિનિધિ તરીકે ગાંધીનગર ને પોતાનુ કાયમી રહેઠાણ બનાવી લેશે. ગાંધીનગર માં ધારાસભ્ય તરીકે મળતી સુવિધાઓ અને વિધાનસભાની કામગીરી સબબ તેઓને પાંચ વરસ સુધી ગાંધીનગર રહેવુ પડશે એ પણ એક સત્ય સનાતન હકીકત છે જયારે બીજીબાજુ જો ડો. બોરીસાગર હારશે અને ધારાસભ્ય બનવાના સ્વપ્ન ને સાકાર કરી શકશે નહી તો મતદારોએ સહકાર આપેલ નથી તેવુ માનીને સેવાકીય કામગીરી ઓ ઓછી કરી નાખશે.... સરવાળે ખાંભા શહેર અને તાલુકા ની જનતા મત આપીને અથવા ન આપીને ડો.બોરીસાગર ની સેવાકીય કામગીરી થી અળગા જરૂર રેહશે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं