ખંભાત બેઠક પર ધારાસભ્યો બનવાની હોળ જામી છે.એકાએક ખંભાત વિધાનસભા જીતવા માટે અમદાવાદ જિલ્લાના ઉમેદવારો પણ આ વર્ષે ખંભાત વિધાનસભાની ચૂંટણી લડશે.કોંગ્રેસ, ભાજપા, અપક્ષ, આમઆદમી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય હિંદ એકતા દળ, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી, પાર્ટીઓમાંથી ૧૬ જેટલા ફોર્મ ભરાયા છે.આજ રોજ ખંભાત બેઠક પર ચૂંટણી લડવા અપક્ષમાંથી અમરસિંહ ઝાલા, વિષ્ણુભાઈ રતિલાલ ચુનારા, રણજીતભાઈ કેહુભાઈ આંબલીયા, રાષ્ટ્રીય હિંદ એકતા દળમાંથી કૃણાલ જશવંતભાઈ પટેલ, પચ્ચાસી પરિવર્તન સમાજ પાર્ટી રોનિત અશોકભાઈ પટેલ, કોંગ્રેસમાંથી ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીમાંથી ડમી ફોર્મ તરીકે નવીનચંદ્ર સોલંકી નામાંકનપત્ર ભર્યું છે.
(સલમાન પઠાણ-ખંભાત)