ચોટીલા વિધાનસભા બેઠકના ખેડૂત મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ હુંકાર સાથે વિસ્તારમાં ખેડૂતો માટે નવી ગેરન્ટી આપી છે. સિંચાઇ માટે ખેડૂતોને પાણી પહોંચાડવા માટેની નવી ગેરન્ટી આપી હતી. ચોટીલાના ગ્રામ્ય વિસ્તોરમાં પાણી પહોંચાડીને રહીશ અને જો 'પાણી ન પહોંચાડું તો મારા પર છેતરપિંડીનો કેસ દાખલ કરી શકશે' સ્ટેમ્પ પેપર પર સોગંદનામું કરવાની આપના ઉમેદવાર રાજુભાઇ કરપડાએ તૈયારી દર્શાવી હતી. સાથે રાજુ કરપડાએ ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારોને પડકાર ફેક્યો કે, એમનામાં તાકાત હોય તો મારી જેમ લોકો સમક્ષ સ્ટેપ પેપર ઉપર સોગંદનામું રજૂ કરી બતાવે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ચોટીલામાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. જેમાં કોંગ્રેસના ઋત્વિક મકવાણા, ભાજપના શામજી ચૌહાણ અને આમ આદમી પાર્ટીના રાજુ કરપડા વચ્ચે કાંટાની ટક્કર થશે. ચોટીલા વિધાનસભા બેઠકના ખેડૂત મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ હુંકાર સાથે વિસ્તારમાં ખેડૂતો માટે નવી ગેરન્ટી આપી સિંચાઇ માટે પાણી પહોંચાડવાની ખાતરી આપી છે.રાજુ કરપડાએ ચોટીલાના આણંદપુર ગામમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં તેમણે હુંકાર કરતા કહ્યું કે, ચોટીલાના ખેડૂતો માટે સિંચાઈના પાણીની સમસ્યા છે. ચૂંટણીમાં જીત બાદ જો તેઓ સિંચાઈનું પાણી ગ્રામ્ય વિસ્તારો સુધી ન પહોંચાડે તો તેમના પર મતદારો છેતરપિંડીનો કેસ દાખલ કરી શકશે. આના માટે તેમણે સ્ટેમ્પ પેપર પર નોટરી કરવા પણ તૈયારી દર્શાવી. તેમણે કહ્યું કે, ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા માટે જીવ ગુમાવવો પડે તો પણ તેઓ તૈયાર છે. તેમજ ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારોને પડકાર ફેક્યો હતો કે, તેમનામાં તાકાત હોય તો મારી જેમ મતદારો સમક્ષ સ્ટેપ પેપર ઉપર સોગંદનામું રજૂ કરીને બતાવી આપે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं