સુરત પૂર્વના આમ આદમી પાર્ટી ના ઉમેવાર કંચન જરીવાલા એ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી ઉમેવારી પત્ર પાછું ખેંચતા રસાકસી વાળા આ મુકાબલામાં નવું ટ્વિ્સ્ટ ઉમેરાયું છે.

આમ આદમી પાર્ટીના કંચન જરીવાલા એ ઉમેદવારી પત્ર ભરીયું ત્યારથી તેમના પર દબાણ હતું, તેમનું નામાંકન રદ્દ કરાવવાના પણ પ્રયાશો થયા ત્યારબાદ તેઓ ઘૂમ થઇ ગયા અને ઉમેદવારી ફોર્મ ભરવાના 24 કલાકમાં સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રકટ થઇ ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું અને તેઓએ કહ્યું કે મને કેટલાક લોકોએ જણાવ્યું કે હું જે પાર્ટીમાં થી લડી રહ્યો છું તે દેશ વિરોધી છે, જેથી મારી અંતર આત્મા જાગી ગઈ છે અને હું મારૂ નામાંકન પરત લઇ રહ્યો છું, 24 કલાકમાં તો એવું શું થઇ ગયું કે કંચન જરીવાલા ની અંતર આત્મા જાગી ગઈ, આ અંગે મનીષ સીસોદીયા એ ચૂંટણી પંચમા ચિઠ્ઠી લખી ફરિયાદ કરી છે.

કોંગ્રેસ પ્રત્યાશી અસ્લમ સાઇકલવાળા એ કહ્યું છે કે ભાજપા અને આપ પાર્ટી ના ઉમેદવારો અરવિંદ રાણા અને કંચન જરીવાલા એકજ જ્ઞાતી ના હોવાથી ભાજપા અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીયો જંગ થવા જઈ રહ્યો હતો, પરંતુ ગુજરાત ભાજપ એ કાવા દાવા કરી જરીવાલા જોડે ઉમેદવારી પત્ર પાછું ખેંચાવડાવ્યું, એટલુંજ નહિ અરવિંદ રાણા એ તેમના 5 વર્ષના કાર્યકાળ માં કોઈ કામ કર્યું નથી, જેથી તેમની જ્ઞાતિ અને સમાજ ના વોટ વહેચાઈ ના જાય અને ભાજપ ને નુકસાન થાય નહિ, પરંતુ કંચન જરીવાલા ને ઉમેદવારી કરવાની ઈચ્છા હોવા છતાં પ્રેસર બનાવી આપના ઉમેદવારને ચૂંટણીમાં થી પીછે હથ કરવી પડી હતી,

આપ પાર્ટીના કાર્યકર્તા ઓ ની નારાજગી જોતા અસ્લમ સાઇકલ વાલા એ આમ આદમી પાર્ટી જોડે 159 પૂર્વ સીટ પૂરતું ખુલ્લું સમર્થન ની માંગ કરી હતી,

*-અસ્લમ જરીવાલા એ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી મને ટેકો જાહેર કરી દે તો હું ભાજપને ઈંટ નો જવાબ પથ્થરથી આપીશ,

અસ્લમ જરીવાલા એ ટવિટના માધ્યમથી આપના નેતા અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલીયા, ઈશુદાન ગઢવી, સંદીપ પાઠક, ગુલાબ યાદવ પાસે ખુલ્લું સમર્થન માંગ્યું છે, તેઓએ લોક તંત્ર ની દુહાઈ આપી આપ પાર્ટી પાસે ખુલ્લું સનર્થન માંગ્યું હતું.

અરવિંદ રાણા અને કંચન જરીવાલા એકજ જ્ઞાતિ ના હોવાથી તેમના સમાજના વોટ વહેચાઈ જાય જેથી ભાજપને નુકસાન જાય આ ડેમેજ કંટ્રોલ રોકવા માટે ત્રિપાખ્યા જંગ ને હવે ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ થઇ ગઈ છે, જયારે દરિયાપુર, જમાલપુર તેમજ પીરજાદા વાળી સીટ પર કોંગ્રસ ના મુસ્લિમ ઉમેદવાર ને હરાવવા Aimim, આપ પાર્ટી તેમજ અપક્ષ મુસ્લિમ ઉમેદવારો મેદાને પડ્યા છે.

સુરત વિધાનસભા 159ની આ પૂર્વ(ઇસ્ટ) સીટ પર થી સબક લેવો જોઈએ.

રિપોર્ટર : વારિસ સૈયદ. હિંમતનગર.