સચિન, પાલીગામમાં ગેસ લિકેજ થતા ભડકેલી આગમાં ત્રણ મિત્ર દાઝી ગયા મંગળવારે રસોઈ બનાવટી વખતે સર્જાયેલી દુર્ઘટના ઈજાગ્રસ્ત ત્રણેય મિત્રો ડાઈંગ મીલમાં નોકરી કરતા ત્રણેય મિત્રો હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ સચિન, પાલીગામ ખાતે મંગળવારે સાંજે રસોઇ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં લિકેજ થતા ભડકેલી આગમાં ત્રણ મિત્ર દાઝી ગયા હતા. ત્રણેય મિત્રોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મુળ બિહારના વતની વરુણ ચેની જાધવ (ઉ. વ. 22), ગંગાધર બાલેશ્વર જાધવ (ઉં. વ. 23) અને રમેશ ગુ જાધવ (ઉ. વ. 24) સચિન, પાલીગામમાં આવેલા વિષ્ણનગરમાં રહે છે. ત્રણેય મિત્રો ડાઈંગ મીલમાં નોકરી કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે
મંગળવારે સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં વરુણ અને ગંગાધર રસોઈ બનાવી રહ્યાં હતા. જ્યારે રમેશ નહાવા ગયો હતો.
દરમિયાન અચાનક ગેસ સિલિન્ડરમાં લિકેજ થવાને લીધે આગ ભડકી હતી. જેમાં ત્રણેય મિત્રો ગીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેયને સારવાર માટે સિવિલમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણેય જણા અહીંના ત્રીજા માળે સારવાર હેઠળ છે.