ઘોઘંબા તાલુકાના વેલકોતર ગામે રહેતા મહેન્દ્ર ઉર્ફે ધનજી પર્વતભાઈ ડામોરે બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે નોંધાઈ હતી જેમાં બળાત્કારનો આરોપી બળાત્કાર જેવો ગંભીર ગુનો આચરી ફરાર થઈ ગયો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસ મથકે આરોપી મહેન્દ્ર ઉર્ફે ધનજી સામે નોંધાયેલ બળાત્કારની ફરિયાદના અનુસંધાને રાજગઢ પોલીસ મથકના પીએસઆઇ એમ.એલ. ગોહિલે રાજગઢ પોલીસ મથકના કર્મચારીઓની વિવિધ પોલીસ ટીમોને કાર્યરત કરી તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી બાતમીદારોને સક્રિય કરી બળાત્કાર જેવો ગંભીર ગુનો આચરી ફરાર થઈ ગયેલા મહેન્દ્ર ઉર્ફે ધનજીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા 

  જે અંતર્ગત અંગત બાતમીદાર પાસેથી પીએસઆઇ એમ.એલ.ગોહિલને બાતમી મળી હતી કે રાજગઢ પોલીસ મથકે નોંધાયેલા બળાત્કારના ગુનાનો આરોપી મહેન્દ્ર ઉર્ફે ધનજી પર્વતભાઈ ડામોર પાલ્લા નદીના તટ વિસ્તારમાં છુપાયેલો છે જે બાતમીના આધારે રાજગઢ પોલીસે બાતમીવાળા સ્થળ પાલ્લા નદીના તટમાં જઈ છુપાઈ રહેલા આરોપી મહેન્દ્ર ઉર્ફે ધનજીને ઝડપી પાડ્યો હતો અને તેને આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત બળાત્કાર અંગેની સ્પેશિયલ તપાસ ટીમના પોલીસ અધિકારી ગોધરાનાઓએ આપવામાં આવ્યો હતો.