પાંડેસરા વિસ્તારમાં આજે મંગળવારે સવારે મહિલાના ઘરમાં પૂર્વ પ્રેમી ધસી આવ્યો હતો અને તેના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરી નાશી છૂટયો હતો. તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી જયારે બનાવને લીધે તે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય રાખી (નામ બદલ્યું છે) આજે મંગળવારે સવારે પોતાના ઘરમાં કામમાં વ્યસ્ત હતી. તે સમયે મનુ યાદવ નામનો ઈસમ ઘરમાં ઘુસી આવીને તેના ગળાના ભાગે ચપ્પુનો ઘા મારી ઈજા પહોંચાડી ભાગી છૂટયો હતો. જેથી તેણે બુમાબુમ કરતા સ્થાનિકો ત્યાં ભેગા થઇ ગયા હતા અને તેને લોહીલુહાણ હાલતમાં જોઈ બધા ગભરાઇ ગયા હતા. બાદમાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
મહિલાના પતિએ કહ્યુ કે અંદાજીત છએક વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને એક સંતાન છે. જોકે હુમલો કરનાર મનુ યાદવ મહિલાના પતિનો વતનનો મિત્ર છે. અને ઘરે પણ અવાર જવર કરતો હતો. જેથી મનુ અને મહિલા એક બીજાને ઓળખતા થયા હતા. બાદમાં ત્રણએક મહિના પહેલ મનુ યાદવ રાખીને વોતોમાં ફોસલાવીને ભગાડી લઇ ગયો હતો. પરંતુ ત્યાં રાખીને મનુ મારઝૂડ કરવા લાગ્યો હતો. જેથી રાખીએ મને ફોન કરીને સમગ્ર બાબતે જણાવ્યું હતું. જેથી તેની ભૂલોને માફ કરીને તેને પાછી સ્વીકારીને ત્રણ-ચાર દિવસ પહેલા પોતાના ઘરે લઇ આવ્યો હતો. આવા સંજોગોમાં મનુએ તેની પર હુમલો કરતા તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે રાખી મુળ ઉતરપ્રદેશના જોનપુરના વતની હતી. તેના પતિ ફનીર્ચરનું કામ કરે છે.