ડીસા તાલુકાના નાની આખોલ ગામમાં રહેતાં અને આખોલ ગૃપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ પૃથ્વીરાજસિંહ છગનજી પરમાર (દરબાર) (ઉં.વ.આ.70) નું ટૂંકી માંદગી બાદ દુ:ખદ અવસાન થતાં ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

માયાળુ, હસમુખા અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમના અચાનક અવસાનથી સમાજને મોટી ખોટ પડી છે. દરબાર સમાજ અને પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમાં પ્રસરી ગઇ છે. જ્યારે પ્રભુ તેમની દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના...