આજરોજ અત્રે -પત્રકારોને જણાવ્યું હતું કે એક તરફ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પૂર્વ અઘ્યક્ષ અને સાંસદ શ્રી રાહુલ ગાંધીની ઐતિહાસિક "ભારત જોડો યાત્રા" અને બીજી તરફ રાજનીતિનો છ દાયકા જેટલો બહોળો અનુભવ ધરાવતાં પક્ષના પીઢ અને નિષ્કલંક આગેવાન શ્રી મલ્લિકાજુૅન ખડગેજીના કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવવાથી પક્ષના કાર્યકરોના ઉત્સાહમાં વધારો થયો છે અને તેથી આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ મજબૂત બનશે અને ખૂબ જ જોમ અને જુસ્સાથી ફાસીસ્ટ પરિબળોનો મુકાબલો કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર આઠ વષૅના (કુ) શાસનમાં સત્તાનો નશો એટલો બધો ચડી ગયો છે કે તેમણે દેશના અથૅતંત્રની દશા એટલી ખરાબ કરી નાંખી છે કે વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો એટલી હદે નબળો પડ્યો છે કે 83 રૂપિયાની સપાટી કુદાવી ગયો છે તેના માટે જવાબદાર પ્રધાનમંત્રી ના ચહેરા પર જરાઈ ચિંતા વતાૅતી હોય તેમ લાગતું નથી એ આ દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય છે.
ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમ્મરે વધુમાં એમ પણ જણાવ્યું કે દેશની આર્થિક સ્થિતિ દિવસે - દિવસે વધુ ને વઘુ વિકટ બનતી જાય છે ત્યારે દેશને આર્થિક ગુલામીની દિશા તરફ ઘસડાતો અટકાવવા દેશની જનતાએ લોભામણી અને છેતરામણી જાહેરાતોથી દૂર રહેવું જોઇએ અને નફરતની રાજનીતિ કરનારા ફાસીસ્ટ પરિબળોને સત્તા સ્થાનેથી દૂર કરવા દેશ હિતમાં અપીલ કરું છું.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.