માંડવી પોલીસ મથક વિસ્તારમાં આવેલ તડકેશ્વર ગામેથી બે અઠવાડિયા અગાઉ 6 લાખથી વધુના કેબલોના ડ્રમની ચોરી કરી હોવાની ફરીયાદ માંડવી પોલીસ મથકે નાધાવામાં આવી હતી. જે ગુનામાં સંડોવાયે ઇસમો ચોરીના મુદ્દામાલ સાથે કડોદરા આવવાના હોવાની બાતમી આધારે કડોદરા પોલીસને મળતા પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ગાડી સહિત ચોરીની તમામ મુદ્દામાલ સહિત 11, 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મળતી માહીતી અનુસાર ગત 2 નવેમ્બરના રોજ માંડવી પોલીસ મથકની હદમા આવેલ તડકેશ્વર  ગામે બસ સ્ટેન્ડ નજીક ઇમરાનભાઈ કરોળિયાના મકાનની સામે એરટેલ કંપનીના માલિકીના બે નંગ મોટા કેબલ વાયરના ડ્રમ મુક્યા હતા જે 2 નવેમ્બરના રોજ ચોરાઈ જતા માંડવી પોલીસ મથકમાં 6, 10, 132/- ની કિંમતના કેબલના ડ્રમોની ચોરી થઈ હોવાની ફરીયાદ માંડવી પોલીસમથકે નોંધાઈ હતો જે સંદર્ભે મંગળવારના  રોજ કડોદરા પોલીસ મથકના પો. કો. વિક્રમભાઈ ગધુભાઈ તેમજ પો. કો. રમેશભાઈ કાળુભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી  કે "બે અઠવાડિયા અગાઉ માંડવીથી કેબલ ચોરી કરનાર ઇસમો આજ રોજ કડોદરા ચાર રસ્તા નજીક આવેલ અકડામુખી હનુમાન મંદીરની સામે આવેલ ખુલ્લા મેદાનમાં ભેગા થયેલછે અને ચોરેલા વાયર વેચવામાં ફિરાકમાં છે. જે બાતમી આધારે કડોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની સામેના ખુલ્લી જગ્યા માંથી મહેન્દ્ર પિકપ GJ 19 X 9947 માંથી ચોરીના ફીનોલેક્સ કંપનીના વાયરના બે મોટા ડ્રમ સાથે દીનેશ વિશ્વનાથ પરિહાર (ઉ. વ 27 પાંડેસરા અભીરભાવ સોસાયટી મકાન નંબર 440 મૂળ હમીરપુર , ઉત્તર પ્રદેશ ) અને કીશોર વલ્લભ માણીયા (ઉ. વ 35 ૨હે સરથાણા જકાતનાકા સુરત મળુ રહે તા. ગઢડા જી. બોટાદ) તેમજ વિકાશ ઉર્ફે ચીરંજીવ દીનેશ સોનકર (ઉ. વ 31 રહે ભરતનગર ગાર્ડનની પાસે શાકભાજી માર્કેટ નજીક  વરાછા સુરત મુળ રહે ઉત્તર પ્રદેશ) નાઓની અટકયાત કરી ગાડીમાં રહેલા કેબલ વાયરના બે ડ્રમ કિંમત 6, 10, 122/- તે. તેમજ 5 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ 11, 30, 622/-  રૂપીયાનો મુદ્દામાલ કડોદરા પોલીસ કબજે કરી આગળની તજવીજ હાથધરી છે.