ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા ચુંટણી જંગ લડી રહેલ કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર કિર્તી બોરીસાગરે ધારીની જનતા માટે  સૌથી મોટી જાહેરાત કરેલ છે જેમાં ધારી શહેરમાં આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવશે જેના માટે ડર. બોરીસાગરે જણાવ્યું છેકે હોસ્પિટલ બનાવવા માટે ૫૦,૦૦૦ નો ખર્ચ થતો હશે ત્યાં ૫૦૦૦ નો ખર્ચ જ થશે તેવુ એક મેસેજ માં વાંચવા મળી રહેલ આ મેસેજ સોશિયલ મિડિયા માં વાયરલ થય રહેલ છે.સાથેજ એમાં વધુ જાણવા મળેલ છેકે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ડો.બોરીસાગર જીતશે એટલે તરત જ સ્વખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે ડો.બોરીસાગર દ્વારા કરવામાં આવેલ આ જાહેરાત વાંચી ને લોકોને નવાઇ પણ લાગી રહેલ છે. ચુંટણી સુધીના સમયગાળા દરમિયાન જર્જરિત બની ગયેલ હોસ્પિટલ નો મુદ્દો અંતે રાજકીય પાર્ટીના ઉમેદવાર ને યાદ આવિઓ ખરો... ખરેખર ધારીની ખખડધજ સિવિલ હોસ્પિટલ બનાવવાને મુદ્દે ડો. બોરીસાગર ચુંટણી પ્રચાર માં અપાતી લોલીપોપ તો નથી આપી રહીઆ ને એવા વેધક સવાલ લોકો કરી રહેલ છે