લાંબા સમયની અટકળો બાદ આમ આદમી પાર્ટીના પ્રવકતા પાયલબેન પટેલે જનતાદળ (સેકયુલર) પાર્ટીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલ છે. આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકરોએ કાંતીભાઈ સતાસીયા ની સામે નારાજગી વ્યક્ત કરેલ છે.ધારી ૯૪ મતવિસ્તારમાં જનતાદળ ના ઉમેદવાર પોતાની વ્યુહાત્મક નિતી ઓ મુજબ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી માટે એક ચેલેન્જ બનીને આવી રહેલ છે. દરેક સમાજના આગેવાનો, કાર્યકરો અને મતદારોની સાથે સંકળાયેલા પાયલબેન પટેલે પોતાનો ચુંટણી પ્રચાર આદરી દીધેલ છે