પાવીજેતપુર તાલુકાના અણીયાદ્રી ગામેથી દારૂની ખેપ મારનાર ખેપિયાનો પીછો કરી પાવીજેતપુર પોલીસે ૩૪,૨૭૨/- નો વિદેશી દારૂ તેમજ બાઈક ની કિંમત ૪૫,૦૦૦/- મળી કુલ ૮૯,૨૭૨/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે દારૂની ખેપ મારનાર ખેપિયો પોલીસને નિહાળી ભાગી જવામાં સફળ થયો છે.
પાવીજેતપુર પોલીસ આમરોલ બીટમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આમરોલ તરફથી અણીયાદ્રી તરફ જઈ રહ્યા હતા તે સમયે અણીયાદ્રી ગામ પાસે એક મોટરસાયકલ ચાલક પોલીસના ખાનગી વાહનને ઓવરટેક કરી આગળ નીકળી ગયો હતો. જેના ઉપર ધ્યાન જતા મોટરસાયકલ ચાલક તેની મોટરસાયકલ ઉપર કંતાનના કોથળામાં કંઈક લઈ જતો હોવાની શંકા જતા પોલીસે બાઈક નો પીછો કર્યો હતો મોટરસાયકલ ચાલેકે પોલીસને જોતા વધારે સ્પીડમાં પોતાની બાઈક દોડાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસને નિહાળી અણીયાદ્રી ગામની સીમમાં બાઈક નાખીને ખેતરોનો સહારો લઈ ખેપિયો ભાગી ગયો હતો. પોલીસે બાઈક ઉપરના કંતાનના કોથળાને ખોલીને જોતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવોટરીયા બોટલો નંગ ૩૩૬ જેની કિંમત રું ૩૪,૨૭૨/- તેમજ બાઈકની કિંમત ૪૫,૦૦૦/- મળી કુલ ૭૯,૨૭૨/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પાવીજેતપુર પોલીસે હાથધરી છે. જ્યારે દારૂની ખેપ મારનાર ખીપીઓ પોલીસને નિહાળી પોતાની બાઈક તેમજ વીદેશી દારૂ નાખી ખેતરનો લાભ લઇ ભાગી ગયો હતો.