કડીના બલાસરની સીમમાં આવેલ શારદા ઓઈલ મિલના બંધ ગોડાઉનમાં વિદેશી રાખી કટિંગ કરવાની પ્રવૃતિ ચાલતી હોવાની બાતમી આધારે કડી પોલીસે ઓચિંતી રેડ પાડી રૂ.48.29 લાખના દારૂ સાથે રૂ.5.70 લાખનો ગોળ તેમજ રોકડ વાહન અને મોબાઈલ સહિતનો કુલ રૂ.74.69 લાખના મુદ્દામાલ સાથે 13 શખ્સોને ઝડપી લઈ અન્ય વોન્ટેડ બે મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. શનિવારે રાત્રિ દરમિયાન કડી પોલીસ આગામી વિધાનસભા ચૂંટણી લગત પેટ્રોલિંગની કામગીરીમાં હતી.

તે દરમિયાન દેત્રોજ રોડ સ્થિત બલાસર નર્મદા કેનાલ નજીકથી પસાર થતા કડીના કોન્સ્ટેબલ મહેશજીને ખાનગી રાહે બલાસર ગામની સીમમાં આવેલ શારદા ઓઈલ મિલના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂ રાખી કટિંગની પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. પીઆઈ એન.આર.પટેલે સ્ટાફને સાથે રાખી ઓચિંતી રેડ પાડતાં હાજર શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે મિલને કોર્ડન કરીને 13 શખ્સોને ઝડપી પોલીસે સર્ચ કરી વિદેશી દારૂની 9658 બોટલો રૂ.48.29 લાખનો ઝડપી લીધો હતો.

તેની સાથે ગેરકાયદે ખાદ્યગોળના 950 કટ્ટામાં રાખેલ 28500 કિ.ગ્રા.ગોળ રૂ.5.70 લાખનો ઝડપી લીધો હતો.પોલીસે સ્થળ પરથી ટ્રક,કાર,રિક્ષા સહિતના વાહન નંગ 09 રૂ.20 લાખના કબ્જે કર્યા હતા.ઝડપાયેલ શખ્સો પાસેથી પોલીસે 10 મોબાઈલ રૂ.42000 ના તથા રોકડા રૂ.28400 મળી કુલ રૂ.7469400 નો મુદ્દામાલ ઝડપી લઈ 13 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે બે વોન્ટેડ આરોપી સૈયદ અમીરમીયા ઉર્ફે મુન્નો સતારમીયા (રહે.તાજમહેલ ફ્લેટ,જાસલપુર રોડ, કસ્બા, કડી) તેમજ સાધુ યજ્ઞેશભાઈ નરોતમભાઈ (રહે.કરણપુર, કડી ) વાળા સહિત અન્ય બે શખ્સોને ઝડપવા કવાયત હાથ ધરી છે.

રેડ દરમિયાન ઝડપાયેલ શખ્સો

1.શેખ શાહબાઝહુસેન મુસ્તાકહુસેન,રહે.અમદાવાદ
2.અજમેરી આશીક અનવરહુસેન,રહે.અમદાવાદ
3.વોરા અલ્તાફ વલીમોહમદ,રહે.અમદાવાદ
4.ફારૂકી મોહમદઆરીફ કૈયુમુદ્દીન,રહે.પાટણ
5.ફારૂકી સદ્દામ કૈયુમુદ્દીન,રહે.પાટણ
6.રબારી કરનારામ જયરૂપારામ,રહે.રાજસ્થાન
7.જાટ સુરેશ હનુમાનારામ,રહે.રાજસ્થાન
8.બલોચ ફૈઝાન ઈકબાલહુસેન,રહે.અમદાવાદ
9.શેખ મોહંમદસોહેબ મોહમદસરીફ,રહે.અમદાવાદ
10.મલેક મોહંમદઆશીફ અબ્દુલમીયા,રહે.જુહાપુરા
11.સૈયદ સકીલ અમીરમીયા ઉર્ફે મુન્નો,રહે.કડી
12.ખોખર મોઈનખાન ફરીદખાન,રહે.કડી
13.લંઘા શાહીદઆફીદી હમીદ,રહે.કડી