ખાંભા તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા ગણેશ મહોત્સવ 2024 નિમિતે વિધ્નહર્તા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ હોઈ ત્યારે સ્ટાફ દ્વારા દરરોજ સાંજ સવાર મહાઆરતી અને પૂજા અર્ચના કરવામાં આવે છે.ત્યારે ખાંભા તાલુકા પંચાયતના પટાંગણમાં ગણેશ મહોત્સવ નિમિત્તે મહાઆરતીમાં અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબ ખાસ હાજર રહી પૂજા અર્ચના કરી મહાઆરતીનો લ્હાવો લીધો હતો. સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી દાણીધારિયા સાહેબ,મામલતદાર અંટાળા સાહેબ,પ્રમુખ શ્રી ભીખાભાઈ સરવૈયા,ઉપ પ્રમુખ શ્રી હમીરભાઇ ભરવાડ ,મુકેશભાઈ માંગરોળીયા, સંદીપભાઈ પંડ્યા તેમજ તાલુકા પંચાયતના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા.