અમરેલી કુવા પાસે નળમાંથી પાણી ભરવા જતાં ચક્કર આવતા કુવામાં પડી ગયા હતા

બગસરા તાલુકાના સમઢીયાળાની સીમમા રહી ખેતમજુરી કામ કરતા એક પરપ્રાંતિય મહિલા કુવા પાસેના નળમાથી પાણી ભરવા જતી વખતે અચાનક ચક્કર આવતા કુવામા પડી જતા તેમનુ મોત નિપજયું હતુ .

મુળ રાજસ્થાનના બાવડી દુદા ગામે અને હાલ બગસરાના સમઢીયાળા ગામે રહી કરશનભાઇ મનસુખભાઇ ગઢીયાની વાડીએ ખેતમજુરી કામ કરતા કેશરબેન ગૌતમભાઇ પારગી ( ઉ.વ .૪૦) નામના મહિલા

 ગઇકાલે બપોરેના સાડા બારેક વાગ્યાના સુમારે જેન્તીભાઇ ગઢીયાની વાડીએ કુવા નજીક નળ હોય પાણી ભરવા ગયા હતા .

જો કે આ દરમિયાન તેમને અચાનક ચક્કર આવતા તેઓ કુવામા પડી જતા તેમનું મોત નિપજયું હતું .

 બનાવ અંગે ગૌતમભાઇ પારગીએ બગસરા પોલીસ મથકમા જાણ કરી હતી .

વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.ટી.બળસટીયા ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.