રાજકોટ,તા.8 ; કુવાડવા રોડ પર કાગદડી પાસે ખોડિયાર આશ્રમ પાછળ તળાવ કાંઠે થયેલી રૂા.પાંચ લાખના વીજ વાયરની ચોરી ઉપરાંત સાયપર ગામના પાટીયા પાસે અને કુવાડવા-વાંકાનેર રોડ ઉપર થયેલી વીજ વાયરની ચોરીના ત્રણ ગુનાનો ભેદ કુવાડવા પોલીસે ઉકેલી કુલ પાંચ શખ્સોની ધરપકડ કરી છે. વાયર ચોરીમાં ધરપકડ કરાયેલામાં રવી નરશી ગાંગળીયા(રહે.ગોકુલનગર, સંત કબીર રોડ),સુરેશ વિહા સોમાણી (રહે.મૌવેયા રોડ, સરકારી આવાસ ક્વાર્ટર,ગોંડલ,મૂળ રાણીપર, તા.જસદણ),રઘુ સામત દુધરેજીયા (ઉં.વ.35, રહે.રાજપરા,તા. ચોટીલા) સુરેશ ચના રાતળીયા(રહે. ગોકુલનગર, સંત કબીર રોડ, મુળ પરા પીપળીયા) અને વિજય વાલજી દુધરેજીયા (રહે.ગઢકા ગામની સીમમાં વાડીમાં,મૂળ રાજપરા, તા.ચોટીલા)નો સમાવેશ થાય છે. વીજ વાયરની ચોરી કરનાર તસ્કરો ચોરીના વાયર બોલેરોમાં ભરી રાજકોટ અમદાવાદ હાઈ-વે પર ખરેડી ગામથી માલીયાસણ તરફ વેચવા જઈ રહ્યા હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસે પાંચેયને પકડી લઈ વીજ વાયરો ઉપરાંત,કાર વીજ વાયર કાપવાની કાતર અને પાંચ મોબાઈલ મળી કુલ રૂા.10.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं