હનીટ્રેપ માં ફસાવી ખંડણી માગતી ગેંગ સામે ફરીયાદ સોશિયલ મિડીયામાં વાતો કરી યુવતીએ યુવાનને રાજકોટ બોલાવી કારમાં બંને બેઠા હતા ત્યારે સાગ્રીતોએ આવી માર મારી રૂપિયા ૧૦ લાખ માગ્યા

 તા .૧૨ અમરેલી પંથકના યુવાનને રાજકોટની યુવતિએ હનીટ્રેપમાં ફસાવી શોષ્યલ મીડિયા માં પ્રેમની મીઠી મીઠી વાતો કરી રાજકોટ મળવા માટે બોલાવ્યા

બાદ યુવકને આજીડેમ રામવન પાસે ફરવાના બહાને લઇ જઈ યુવક અને યુવતિ કારમાં બેઠા હતા

 ત્યારે યુવતી અને તેના મળતીયાઓ દ્વારા અગાવ થી જ ગોઠવાયેલા પ્લાન મુજબ બાઈક અને કારમાં ધસી આવેલા અન્ય એક યુવક સહિત ચાર શખ્સોએ આ યુવાનને મારમારી કેસ કરવાની ધમકી આપી ૧૦ લાખ રૂપિયા આપવાની માંગ કરી હતી .

રક્ઝક ના અંતે ૨.૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યા બાદ પૈસાની વ્યવસ્થા કરવા જવાનાં બહાને આ યુવક આરોપીઓની ચુંગલમાંથી માંડ માંડ છટકીને તુરતજ રાજકોટ ખાતે નજીકનાં પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો.

પોલીસ દ્વારા ઘટતી કાર્યવાહી કરી ત્રણ યુવકો અને બે યુવતિ સહિત પાંચ શખ્સો સામે હનીટ્રેપનો ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વડ ગામે રહી ખેતીકામ કરતા , શૈલેષભાઈ બદરૂભાઇ ધાખડા ઉ.વ .૨૧ એ આજીડેમ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ આરોપી તરીકે માનસી રાજપૂત તેના મંગેતર તરીકે ઓળખ આપનાર રાહુલ તેના મામાં તરીકે ઓળખાણ આપનાર દિનેશભાઈ હમીરભાઈ જોગરાણા અને પલ્વી પટેલના નામોં આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે = ફરિયાદી યુવાનને ગત તા . ૧૧/ ૧૦-૨૦૨૨ના તેના મોબાઈલ પર → મેસેજ આવ્યો હતો . ત્યાર બાદ વોટ્સએપમાં પણ મેસેજ આવતા તેની સાથે વાતચીત કરતા સામાછેડે કોઈ યુવતી વાત કરતી હતી અને તેને પોતાનું નામ મન રાજપૂત બતાવ્યું હતું

એક મહિના સુધી બન્ને વોટ્સએપ પર વાતચીત કર્યા બાદ

ગત તા . ૧૦-૧૧ - ૨૦૨૨ ના યુવતિએ શૈલેષ ધાખડાને ફસાવવા માટે રાજકોટ મળવા બોલાવ્યો હતો .

યુવાન એમના કાકાની અલ્ટો કાર લઈ રાજકોટ પહોંચ્યો હતો યુવતી એ પહેલા યુવકને એસ્ટ્રોન ચોકમાં આવવા જણાવ્યું હતું અને તેઓ બંન્ને પુજારા મોબાઈલ પાસે ભેગા થયા હતા અને યુવતી યુવક સાથે ગાડીમાં બેસી ગઈ હતી.અને આજીડેમ રામવન બાજુ ફરવા જઈએ તેવું કહી બંન્ને આજીડેમ રામવન પાસે પહોંચ્યા હતા.

તે વખતે યુવતીએ બાથરૂમ જવાનું બહાનું બનાવી બાથરૂમ જવા ગઈ હતી. અને થોડીવાર પછી પરત પાછી ફરી તડકો લાગવાનું બહાનું કાઢી ગાડીમાં પાછી બેસી ગઈ હતી.

બંન્ને કારમાં બેઠા બેઠા વાતો કરતા હતા એવા સમયે એક યુવાન બાઈક લઈ ગાડી પાસે આવ્યો હતો.અને કહ્યું હતું કે તું આની સાથે શું કરેછે? મારી આની સાથે સગાઈ થઇ છે.તેવું કહી યુવક સાથે ઝગડો કરવા લાગ્યો હતો.અને પોતાનું નામ રાહુલ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે ઉભો રહે હમણાંજ હું મારાં મામાને બોલાવું છું.તેવું જણાવી ફોન કર્યો હતો અને થોડીજવારમાં એક સ્વીફ્ટકારમાં રાહુલના મામાં આવ્યા હતા અને પોતાનું નામ દિનેશભાઇ જણાવી કારમાંથી પાઇપ કાઢી મામાં ભાણેજે શૈલેષભાઇ ધાખડાને મારી મારી લમધારી નાખ્યો હતો.આ માથાકૂટ જયારે ચાલતી હતી ત્યારે હમીર જોગરાણા અને પલ્લવી પટેલ બાઈક લઈને આવ્યા હતા અને તેઓ એ વચ્ચે પડી સમાધાન ની ભૂમિકામાં આવ્યો હતો.અને હમીરે બન્ને પક્ષે વાતચીત કરી હતી.જેમાં રાહુલ અને તેના મામાં એ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી.અને શૈલેષ પાસેથી ૧૦લાખ રૂપિયાની માંગ કરી હતી.લાંબી રકઝક ના અંતે અઢીલાખ રૂપિયા આપવાનું નક્કી થતા શૈલેશે તેમના કાકા ને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરી આવવાનું કહી રામવન ખાતે થી છટકી સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો અને પોલીસે શૈલેષ ની ફરિયાદ પરથી હનીટ્રેપ નો ગુન્હો દાખલ કરી બે યુવતીઓ સહિત પાંચ સામે ગુન્હો દાખલ કરી આ પાંચેયને પકડી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.