આજકાલ કુતરાઓને રોટલી નાખવા જાવો તો સોસાયટીમાં આગેવાન બની બેઠેલા વિરોધ કરે અને દાદાગીરી કરી સોસાયટીમાં ગંદકી થાય તેવું કહી સોસાયટીના નિયમો યાદ અપાવે છે પણ આવા અક્કલ મઠ્ઠાઓ ને કાયદાની ખબરજ નથી કે કૂતરાને મારી શકાય નહીં અને તેને ખાવાનું નાખતા રોકી શકાય પણ નહીં આ માટે કાયદામાં જોગવાઈ છે અને સજા પણ થઈ શકે છે, આપણું બંધારણમાં દરેક પ્રાણીઓ પ્રત્યે દયા અને કરૂણાનો ભાવ રાખવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
કાયદાના બંધારણે પેટ્સનાં રક્ષણ અને તેના અધિકારો માટેની કેટલીક જોગવાઈઓ કરી છે તે મુજબ પશુનાં અધિકારો અંગે પશુ ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11(3) મુજબ કોઈ પણ સોસાયટીમાં પાલતું પશુને ભગાડવા કે રાખવા પર પ્રતિબંધ મૂકી શકાય નહિ એટલુંજ નહિ પણ કોઈપણ સોસાયટી પણ પેટ્સ પર પ્રતિબંધનો આવો કોઈ નિયમ બનાવી શકે નહીં.
માત્ર માલિક જ નહિ ભાડુઆતને પણ પેટ્સ રાખવાનો પુરો અધિકાર છે અને તેનો કોઈ સોસાયટી વિરોધ કરી શકે નહીં.
પેટ્સને જે રીતે સોસાયટીમાં રાખવા પર પ્રતિબંધ ન લાદી શકાય તે જ રીતે પાર્ક કે લિફ્ટનાં ઉપયોગ કરતા પેટ્સને રોકી ન શકાય, આ અંગે પણ આપણો કાયદો પેટ્સનાં સમર્થનમાં છે.
પેટ્સ એ પરિવારનો જ એક હિસ્સો છે. અને પેટ્સને પાર્ક કે લિફ્ટમાં લઈ જવા બાબતે સોસાયટી પેટ્સના માલિકને રોકી શકે નહીં કે નતો કોઈ ચાર્જ લઈ શકે.
સાથેજ પાલતું કૂતરું વધારે ભસે તો પણ પાડોશી સામાન્ય રીતે પોલીસ ફરિયાદ કરી શકે નહિ પણ સામાન્ય સંજોગોમાં પેટ્સનાં માલિક અને પાડોશી સમજાવટથી વાતનું નિરાકરણ લાવી શકાય.
આમ,પાલતું પશુઓ માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે તે વાત દરેકે નોંધી લેવી પડશે કારણકે પેટ્સને પણ જીવવાનો અધિકાર છે અને તેનો વિરોધ કરનાર સામે કાયદાકીય પગલાં ભરી શકાય છે.