છોટા ઉદેપુર ની એસ એફ હાઇસ્કુલ ખાતે ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી.

આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જીલ્લા નું વહીવટીતંત્ર કામે લાગી ગયું છે. નિષ્પક્ષ ચૂંટણી યોજવા અંગે તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી તમામ કામગીરી આટોપી દેવામાં આવી છે. આજરોજ છોટા ઉદેપુર નગર માં એસ એફ હાઇસ્કુલ ખાતે જીલ્લા ના ચૂંટણી પંચ દ્વારા જિલ્લાનાં બુથ મથકોના પ્રીસાઈડિંગ ઓફિસર તથા નાયબ પ્રીસાઈડિંગ ઓફિસર ની કામગીરી અર્થે કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાનાં શિક્ષકો તથા વિવિઘ કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. છોટા ઉદેપુર જીલ્લા ની ત્રણ બેઠકો તેમાં છોટા ઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા મત વિસ્તારની ચૂંટણી બીજા તબક્કામાં તા.5 ડિસેમ્બર ના રોજ યોજાનાર હોય જેના સુચારુ આયોજન અર્થે તથા કામગીરી માં સરળતા રહે અને ચૂંટણી લક્ષી મતદાન પ્રક્રિયા સરળતા થી પાર પડે તે અંગે વહીવટી તંત્રે કમર કસી લીધી છે. અને રોજે રોજ ચૂંટણી લક્ષી તાલીમ તેમજ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. તેનાં ભાગરૂપે આજરોજ જીલ્લા ની સૌથી મોટી ગણાતી એસ એફ હાઇસ્કુલ ખાતે તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

અજય જાની/ છોટાઉદેપુર