વડોદરાની જિલ્લાની વાઘોડીયા બેઠકના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને વાઘોડીયા બેઠક માટે ભાજપના દ્વારા ટિકિટ ન આપવામાં આવતા નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવે ધારાસભ્ય પદેથી તેમજ ભાજપના સભ્યપદેથી રાજીનામું ધરી દઈ ભાજપને રામ રામ કરી દેતા રાજકીય મોરચે ગરમાવો પેદા થયો છે આ સાથે જ તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. વડોદરા સહિત વાઘોડિયા પંથકમાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ હમેશા વિવાદો ને લઈ ચર્ચામાં રહ્યા છે જેમાં તેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો છે. ગુરુવારે સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું પણ પાર્ટી એ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે.'
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા. એટલે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો