ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમઘમાટ વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા પોતાના વિધાનસભાના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કોંગ્રેસે પોતાની ચોથી યાદીમાં ૯ ઉમેદવારોના નામ જાહેરાત કરી છે જેમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ સામેલ છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૪ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રથમ યાદીમાં ૪૩ નામ જાહેર કર્યા હતા ત્યારબાદ બાજી યાદીમાં ૪૬ અને ત્રીજી યાદીમાં ૭ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આજે ગુજરાત કોંગ્રેસે ચોથી યાદી જાહેર કરીને તેમાં ૯ નામ જાહેર કર્યા છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીને લઇ અત્યાર સુધીમાં કુલ પોતાના ૧૦૪ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે