ખંભાત વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા નગરા જિલ્લા પંચાયત સીટમાં જન આર્શીવાદ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.જન આર્શીવાદ સંમેલન દરમિયાન ચિરાગભાઈ પટેલ, ખુશમનભાઈ પટેલ, કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય-અશોકભાઈ પટેલ, સાવજસિંહ ગોહિલ, દાનભા ગોહિલ, નવીનસિંહ સોલંકી સહિત કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, ઉપસ્થિત રહ્યા હતા.ચિરાગભાઈ પટેલે મોંઘવારી, બેરોજગારી,રાંધણ ગેસના બાટલાના ભાવમાં વધારા, સહિતના મુદ્દાઓ ધ્યાને લઈને સરકાર સામે નિશાન ટાંકયું હતું.તેમજ ૨૦ હજારથી વધુ લીડ સાથે ખંભાત વિધાનસભા કોંગ્રેસ જીતશે તેમ જણાવ્યું હતું.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368