ખેડબ્રહ્માના મટોડા ગામ ખાતે ’મારી માટી – મારો દેશ’ કાર્યક્રમ મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો
વીર શહીદોની વંદના અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે’મારી માટી – મારો દેશ’ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રી
મંત્રીશ્રીના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરાયું : મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી પંચ પર્ણ લીધા
સાબરકાંઠા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી – મારો દેશ કાર્યક્રમનો આરંભ થયો છે. ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામ ખાતે અન્ન નાગરીક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અઘ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર દેશમાં નાગરિકોને માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, વીર શહીદોની વંદના કરવા અને દેશ ભાવના ઉજાગર કરવાના ઉમદા ભાવ સાથે મારી માટી – મારો દેશ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ થકી દરેક ગામવાસીઓને પોતાના ગામના સ્વાતંત્ર સેનાનીઓ, શહીદ વીરો, માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર સેનાના વીર શહીદ જવાનોને યાદ કરવાનો અને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો અવસર મળ્યો છે.
આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો સાથે માટીના કોડિયામાં દીવો પ્રગટાવી પંચ પ્રણ પ્રતિજ્ઞા લીઘી હતી. વૃક્ષારોપણ કરીને અમૃત વાટિકાના નિર્માણ કરવાના કાર્યનો આરંભ કરાવ્યો હતો. રાષ્ટ્ર ઘ્વજ ફરકાવીને મંત્રીશ્રી અને ગ્રામજનોએ સલામી આપી હતી. રાષ્ટ્રગાન કર્યું હતું. મંત્રીશ્રીએ ગામની માટી પોતાના હસ્તે કળશમાં ભરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિજય પટેલ, અગ્રણીશ્રી અતુલ દિક્ષિત જિલ્લા પંચાય-તાલુકા પંચાયતના સદસ્ય શ્રીઓ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.