કોંગ્રેસે આજે પોતાની ત્રીજી યાદી જાહેર કરી  ૦૭ ઉમેદવારોના નામની  જાહેરાત કરી છે

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે જેમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીનો સમય ગાળો એક માસ જેટલો જ છે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં તમામ પક્ષોએ સમય લીધા બાદ હવે ભારે રહસ્યના વમળો સર્જ્યા બાદ ઉમેદવારોના નામની ઘોષણા કરવા માંડી છે જેમાં કોંગ્રેસે આજરોજ વધુ પોતાની ત્રીજી યાદી જાહેર કરી સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી આમ આદમી પાર્ટીમાં ચક્કર મારીને પરત આવેલા પાર્ટીના જુના જોગી ઈન્દ્રનીલ રાજગુરુને રાજકોટ ઇસ્ટ વિધાનસભા બેઠક ફાળવવામાં આવી છે

જેમાં નીચે મુજબના ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે

  (૧) રાપર - બચુભાઈ અરેઠિયા

  (૨) વઢવાણ- તરુણ ગઢવી

  (૩) રાજકોટ ઈસ્ટ - ઈન્દ્રનીલ રાજગુરુ

  (૪) ધારી - ડો. કિર્તી બોરિસાગર

  (૫) નાદોદ - ST - હરેશ વસાવા

  (૬) નવસારી - દીપક બારોટ 

  (૭) ગણદેવી - ST - અશોકભાઈ લાલુભાઈ પટેલ