આમ આદમી પાર્ટીએ આહિર સમાજના ભરતભાઈ મનુભાઈ બળદાણીયા ને ટિકિટ આપી છે.

 ભારતીય જનતા પાર્ટી એ ૪ ટર્મ ધારાસભ્ય પદે રહી ચૂકેલા હીરાભાઈ ઓધવજીભાઈ સોલંકી નેં રિપીટ કર્યા છે.

 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસ પાર્ટી એ વર્તમાન ધારાસભ્ય અંબરીશભાઈ જીવાભાઈ ડેર નેં ફરી વખત મેદાન ઉતાર્યા છે.

જ્યારે આમ આદમી પાર્ટીએ આહીર સમાજના ઉમેદવાર ઉપર પસન્દગી નો કળશ ઢોળ્યો છે.

આ વિસ્તાર માં મતદારો માં કોળી પટેલ સમાજ પછીનું બીજા નંબર ના મતદારો માં આહીર સમાજ નું પ્રભુત્વ છે.

 જયારે કોંગ્રેસ પાર્ટી એ પણ આહીર સમાજના ઉમેદવાર નેં મેદાને ઉતાર્યા છે.

 ત્યારે ઈતર સમાજ નિર્ણાયક સાબિત થાય તેવું જોવા મળી રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકીનું નામ જાહેર કર્યુ છે .

 તેઓ અહી ભાજપમાથી ચાર વખત ધારાસભ્ય પદે રહી ચુકયા છે .

 જો કે ગત ચુંટણીમા તેમનો પરાજય થયો હતો .

હિરાભાઇ સોલંકી કોળી સમાજના વરીષ્ઠ આગેવાન છે . અને ગુજરાત કોળી સેનાના પ્રમુખ પણ છે .

રાજુલા જાફરાબાદ વિસ્તારમા કોળી સમાજની મોટી વસતિ છે . તેના કારણે જ તેઓ ૧૯૯૮થી અહી સતત ચુંટાતા આવતા હતા.

 અને ભાજપમાથી ચાર વખત આ વિસ્તારનુ પ્રતિનિધિત્વ કરી ચુકયા છે . જો કે ગત વિધાનસભાની ચુંટણીમા કોંગ્રેસના અંબરીશભાઈ ડેર સામે તેમનો ૧૨ હજારથી પણ વધુ મતોથી પરાજય થયો હતો .

 અને આ વિસ્તારમાં કોળી પટેલ સમાજ પછીના બીજા નંબર મતદારો માં પણ આહીર સમાજનું ખુબજ મોટુ પ્રભુત્વ છે.

 અંબરીશભાઈ ડેર પણ આહીર સમાજમાંથી ગત ટર્મ માં હીરાભાઈ સામે જીતી ચુક્યા છે. અને તેઓ હાલના સીટિંગ ધારાસભ્ય છે.

જયારે બીજા પક્ષે આમ આદમી પાર્ટી એ પણ આહીર સમાજના યુવા ઉમેદવાર પર પસંદગીની મોહર મારી છે.

 ત્યારે આહીર સમાજના મતો માં ભાગલા પડછે કે કેમ? તે પણ જોવાનું રહ્યું.

 આમ જોઈ એ તો ઈતર સમાજ ના અને માછીમાર સમાજના મતો જ માસ્ટર કી. સાબિત થછે. તેવું લાગી રહ્યું છે.

 રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.