સ્નીફર ડોગની મદદથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી એસઓજી પોલીસ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

એસ.ઓ.જી. ના પો.હે.કો. રઘુવીરસિંહ ઉદુભા જાડેજાને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે માધાપર ભુજ જાહેર હાઇવે રોડ પર બલેનો કારના ગિયર બોક્ષમાં સંતાડી રાખેલ માદક પદાર્થ ને ઝડપી પાડ્યો હતો.

હાલમાં ગુજરાત રાજયમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ.

જે અન્વયે શ્રી જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ ભુજના ઓએ એન.ડી.પી.એસ. ની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસ.ની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી. ના પોલીસ ઇન્સ્પેક્ટર  વી.વી.ભોલાના એ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા,

દરમ્યાન ગઇકાલ એસ.ઓ.જી. ના પો.હે.કો. રઘુવીરસિંહ ઉદુભા જાડેજાનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે માધાપર ભુજ જાહેર હાઇવે રોડથી હસ્તગત કરી એસ.ઓ.જી. કચેરી ખાતે લાવી સ્નીફર ડોગની મદદથી મજકુર આરોપીઓ

(૧) અકરમ અબ્દુલગની સંધીસમા, ઉવ.૨૫, રહે. અમનનગર ચાર રસ્તા, ખત્રી કોલોની, ભુજ

(ર) નદીમ નુરમામદ સમા, ઉવ.૨૪, રહે. પંતરપીરની દરગાહ પાસે અલફલાહ મસ્જિદની બાજુમાં રાજેન્દ્રનગર કેમ્પ વિસ્તાર ભુજ તથા

(૩) સાવન ચંદુલાલ પટેલ ઉવ.૨૯ રહે. વાલદાસનગર શેરી નં.૦૧-બી પ્લોટ નં.૭૬-૭૭/એ ભુજ

ના કબ્જાની બલેનો કાર રજીસ્ટ્રેશન નંબર – GJ 12 DM 1138 માં ગેરકાયદેસર રીતે કારના ગીયરબોક્ષમાં સંતાડી રાખેલ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ જેનું વજન ૨૮ ગ્રામ કિ.રૂ.૨,૮૦,૦૦૦/-નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસો વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ડ્રગ્સ ઝડપવાની કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓએ સ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ભોલા તથા પો.સ.ઇ.  એન.ડી.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, જોરાવરસિંહ જાડેજા, દિનેશ ગઢવી તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઇ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા, ગોપાલભાઇ ગઢવી તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા મહિપતસિહ સોલંકી સહિત ના કર્મચારીઓ જોડાયા હતા.