વઢવાણ દૂધની ડેરી પાસે હેતા અશોકભાઇ કોરડીયાની દૂધરેજ પાસેની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. મરનારના ઘર અને ખીસ્સામાંથી અલગ-અલગ ૨ સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં વિક્રમ ઉર્ફે વિકો દિલીપ જલપરા, અનિલ રામજી મૂળીયા ભવાન ડાયા જાદવના શખ્સો મરનાર યુવાનને વ્યાજે લીધેલા પૈસા બાબતે દબાણ કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મરનારના પુત્રની ફરીયાદને આધારે પોલીસે ત્રણેય આરોપીઓને પકડી ને જેલ હવાલે કર્યા હતાં. વ્યાજ ભરવા માટે પત્નીના ઘરેણાં વેચી દીધાં હતાં. ફરીયાદમાં જણાવાયા મુજબ ત્રણેય શખ્સોએ વ્યાજે આપલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે અશોકભાઇએ તેમની પત્નીના ૧૬થી ૧૭ તોલાના દાગીના પણ વેંચી દીધા હતાં.