પાકિસ્તાનના પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે ભારતીય ક્રિકેટમા લાડલા શબ્દનો પ્રયોગ કર્યો છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે ભારતને કહ્યું લાડલા 

હફીઝે ખુદ શેર કર્યો વીડિયો 

4 સપ્ટેમ્બરનાં રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ 

ભારત અને પાકિસ્તાન એશિયા કપમા સુપર 4માં પહોંચી ગયા છે. રોહિત શર્માની કપ્તાનીમા ટીમે પાકિસ્તાનને હરાવીને એશિયા કપમા પોતાની પહેલી જ મેચમા જીત મેળવી હતી. હવે એક વાર ફરી બંને ટીમ સામસામે આવશે. આ મુકાબલો દુબઈમાં રવિવારે એટલે કે 4 સપ્ટેમ્બરનાં રોજ થશે. મુકાબલા પહેલાઆ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હફીઝએ પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેમણે આ વીડિયોમા ભારતીય ક્રિકેટને લઈને મજાક કરી છે. તેમણે 'બાળક'ની વાત કરતાં ભારતીય ટીમને 'લાડલો' કહી. 

પાકિસ્તાનનાં પૂર્વ ખેલાડી મોહમ્મદ હફીઝે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં તેમણે કેપ્શનમા લખ્યું છે કે - લાડલા. વીડિયોમા તેઓ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા જોવા મળે છે. આ દરમિયાન, તેમણે ભારતીય ક્રિકેટને લઈને અટપટું નિવેદન આપ્યું છે. હફીઝે આ પહેલાઆ પણ ટીમ ઈન્ડિયાનાં ધુરંધર ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા માટે પણ અટપટી વાતો કહી હતી.

બાળકનાં બહાને આ શું કહી ગયા હફીઝ

પોતાની કરિયરમા 55 ટેસ્ટ, 219 વન ડે અને 119 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર હફીઝે આ વીડિયોમા કહ્યું કે આઇસીસી અને એસીસી બંને ભારત એટલા માટે વધારે પસંદ કરે છે કેમકે તે તેમનું કમાઉ બાળક છે, જે કમાઉ બાળક હોય છે, તે જ સૌથી વધારે પ્રિય હોય છે, સૌનું લાડલું હોય છે.. ...ઘણા યુઝર્સે આના પર નારાજગી પણ વ્યક્ત કરી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે આ ઉંમરમાં બસ કરો તમે, કેવી વાતો કરો છો.

હૉંગકૉંગને હરાવીને સુપર 4મા પાકિસ્તાન 

પાકિસ્તાને શારઝાહમા હૉંગકૉંગ સામે 155 રનના મોટા અંતરથી જીત મેળવી હતી. પાકિસ્તાનને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનનાં 78 રનનાં દાવને કારણે 2 વિકેટ પર 193 રન બનાવ્યા. ત્યાર બાદ હૉંગકૉંગ ટીમ 10,4 ઓવરમા માત્ર 38 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ. ટીમનો કોઈપણ બેટ્સમેન 10 રન પણ ન બનાવી શક્યો. શાદાબ ખાને 8 રન આપીને 4 વિકેટ લીધી અને મોહમ્મદ નવાઝે 3 વિકેટ પોતાને નામ કરી.