કાંકરેજ: શિહોરી ખાતે ભગવાન શ્રી પરશુરામ ની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકળી.!
પ્રાપ્ત વિગતો અનુસાર બ્રહ્મ સમાજ માં ભગવાન શ્રી પરશુરામ ભગવાન નો આજે જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી પરશુરામ ભગવાન ની શોભાયાત્રા કમિટી શિહોરી દ્વારા આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના દરેક સમાજના અગ્રણીઓ જોડાયા હતા અને શોભાયાત્રા નું પ્રસ્થાન શ્રી બ્રહ્માણી માતાજી ના મંદિર ખાતે આરતી પૂજા અર્ચના કરી ને વિધિવત રીતે નીકળી હતી અને શિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઈન બજાર થઈ પાટણ નાળા પાસે ગાયમાતા ના સ્ટેચ્યુ થઈ ને દીયોદર નાળા થઈ આનંદવાડી ખાતે પહોંચી હતી જ્યાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી ને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જેમાં સમગ્ર બ્રહ્મ સમાજ ના વડીલો યુવાનો અને મહિલાઓ સહિત દીકરીઓ સહિત સમગ્ર શિહોરી ગામની ધર્મપ્રેમી જનતા એ શોભાયાત્રા માં લાભ લઈ ને ધન્યતા અનુભવી હતી આમ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભગવાન શ્રી પરશુરામ ની જન્મજયંતી ની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
અહેવાલ નસિંહ ચૌહાણ કાંકરેજ બનાસકાંઠા