હળવદ પંથકની સગીરાને બાઇક પર અપહરણ કરી લઇ જવાયા બાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ વર્ષ ૨૦૧૫માં બન્યો હતો. જે અંગેનો કેસ મોરબી સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ ભોગ બનનાર પીડિતાને વળતર ચૂકવવા આદેશ કરાયો હતો.આ કેસની વિગતો એવી છે કે હળવદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૫ માં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ભોગ બનનાર સગીરાને તા. ૦૭-૦૯-૧૫ના રોજ બપોરના સુમારે રાયસંગપુર ગામની સીમમાં ફરિયાદીના કુટુંબી માસા આરોપી સુરેશ મગનભાઈ રંગાડીયા (ઉ.વ.૨૩)એ બાઈક પર બેસાડી અપહરણ કરી ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને વાત કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. તેના આધારે હળવદ પોલીસે આરોપી સુરેશ મગનભાઈ રંગાડીયા (રહે. રાયસંગપર, તા. હળવદ)ને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. આ ગુનામાં કોર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે અને ભોગ બનનાર પીડિતાને ૧ લાખ વળતર તેમજ આરોપીને ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.