વિસનગર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની અટકળોનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ વિસનગર વિધાનસભા સીટ પર ત્રણ ટર્મથી અજેય ઋષિકેશ પટેલને ચોથી વાર રિપીટ કર્યા છે. જેમાં વિસનગરમાં ઋષિકેશ પટેલને ચોથી વાર રિપીટ કરતાં વિસનગરમાં ઋષિકેશ પટેલના સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં ઋષિકેશ પટેલને વિસનગર વિધાનસભામાં ટિકિટ મળતાં કાર્યકરો દ્વારા વિસનગરમાં ઋષિકેશ પટેલના નિવાસ સ્થાને આતશબાજી કરી મીઠાઈ વહેંચીને ટિકિટ મળવાની ખુશી વ્યક્ત કરી છે. ઋષિકેશ પટેલને ઊંઝા બેઠક પર ટિકિટ માંગવા મુદ્દે પણ પૂર્ણ વિરામ લાગ્યું છે. ઋષિકેશ પટેલને ફરીથી રિપીટ કરતાં કાર્યકરોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વિસનગર સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ફરીથી ઋષિકેશ પટેલ પર વિશ્વાસ દાખવ્યો છે અને વિસનગર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જેમાં છેલ્લા ત્રણથી વિસનગર બેઠક પર ઋષિકેશ પટેલ અજેય રહ્યા છે. જેમાં સતત ત્રણ ટર્મથી ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પર જીત મેળવી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ ઋષિકેશ પટેલને ફરીથી ભાજપે રિપીટ કર્યા છે. જેમાં 2007ની ચૂંટણીમાં 1,20,599 કુલ મતદારોમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 63,142 અને કોંગ્રેસના બબલદાસ પટેલને 33,304 મતો મળ્યા હતા. વર્ષ 2012 ની ચૂંટણીમાં 1,41,242 કુલ મતદારોમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 76,185 અને કોંગ્રેસના ભોળા પટેલને 46,786 મતો મળ્યા હતા. વર્ષ 2017 ન ચૂંટણીમાં 1,58,346 કુલ મતદારોમાંથી ભાજપના ઋષિકેશ પટેલને 77,496 અને કોંગ્રેસના મહેશ પટેલને 74,644 મતો મળ્યા હતાં. આમ ઋષિકેશ પટેલને મતદારો સતત જીત અપાવતાં રહ્યાં છે. હાલમાં આ બેઠક પર આ વર્ષે 2,29,669 કુલ મતદારો નોંધાયા છે. જેમાં આ વર્ષે 1,18,980 પુરુષ મતદારો અને 1,10,687 મહિલા મતદારો તેમજ 2 થર્ડ જેન્ડર મળી કુલ 2,29,669 મતદારો નોંધાયા છે.

ઋષિકેશ પટેલે ટિકિટ મળતાં જણાવ્યું હતું કે, અમારા શિર્શવ નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, અધ્યક્ષ જે.પી. નડ્ડા તેમજ ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એ વિસનગરની જનતા ઉપર મૂક્યો છે અને મને જે ચૌથી વખતે જે તક મળી છે જેનો હું ખરા હ્રદય થી ખુબ ખુબ આભાર માનું છું. અને એમને જે વિશ્વાસ મૂક્યો છે એનું પૂરેપૂરું પાલન કરી અને જંગી મતોથી આ સીટ જીતાડી અને રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના જે લાભો, નાના ગરીબો માટેની અનેક યોજના પહોંચાડવા માટે કાર્યકતાઓ સહિત તમામ ભગીરથ પ્રયાસ કર્યો એણે પણ ચાલુ રાખી નાના મોટા પ્રશ્નો જે વિસનગરમાં પૂરા કરવા માટે અમે કોશિશ કરીશું. 'આતો ચૂંટણી આવે એટલે આવું બધું ચાલે'. 'વિસનગર જ મારું કાર્યક્ષેત્ર છે અને પંદર વર્ષની પ્રજાની વચ્ચે રહ્યો છું'. અપેક્ષા પ્રમાણે મને પાર્ટીએ ટિકિટ આપી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રેકોર્ડ બ્રેક સીટો આવવાની છે.