કેવડિયા પથિક ત્રણ રસ્તા પાસે બે મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત : એક ને ગંભીર ઇજા

મળતી માહિતી અનુસાર આ કામના આરોપી પોતાના કબજાની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 L 9541 નંબરની મોટરસાયકલ લઈને પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કેવડિયા કોલોની પથિક ત્રણ રસ્તા પાસે આવતા આ કામના ફરિયાદી કીર્તનભાઈ મોહનભાઈ તડવીના દીકરાની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 F 0720 નંબરની મોટરસાયકલને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ફરિયાદી કીર્તનભાઈ તડવી નો દીકરો મોટરસાયકલ ઉપરથી રોડ ઉપર ફંગોળાઈ ગયો હતો જેમાં તેઓને માથાના પાછળના તથા આગળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી તથા પગના ભાંગે ઓછી વધતી ઈજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે અકસ્માતની ઘટના બનતા આ કામના ફરિયાદી કીર્તનભાઈ મોહનભાઈ તડવીએ કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ઘટનાની જાણ કેવડિયા પોલીસ ને થતા કેવડિયા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે