સુરેન્દ્રનગરના મૂળીના રાણીપાટ ગામ પાસે ગૌરક્ષકોએ પાંચ આઈસરને રોકી તપાસ કરતા 115 ગૌવંશ મળી આવ્યા હતા. પાંચ વાહનોમાં ગૌવંશને ઘાંસચારાની વ્યવસ્થા વગર ક્રુરતાપૂર્વક બાંધેલા 20 ગૌવંશના મોત થયા હતા. ગૌરક્ષકોને જોઈ તમામ વાહનના ચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. તમામ પશુઓને મુક્ત કરાવી પાંજરાપોળમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઝાલાવાડમાં રઝળતી 115 ગાયો અને વાછરાડા સાથેની 5 આઈસરો ભરીને આવેલા ચાલકો ગૌ રક્ષકોને જોઈને ફરાર થઇ ગયા હતા. જેમાં તપાસ કરતા ક્રૂરતા પૂર્વક બાંધેલી 20થી વધુ ગાયો અને વાછરડાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જેમાં મોડી રાત્રે થાન, મોરબી, ચોટીલા અને રાજકોટના ગૌ રક્ષકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને માલવણથી આવતી પાંચ આઈસરોને ગૌ રક્ષકોએ મુળીના રાણીપાટ ગામ પાસેથી ઝબ્બે કરી હતી. અને બચેલી ગાયો અને વાછરડાઓને ધ્રાંગધ્રા તાલુકાના પીપરાડા ગામની પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના માલવણ ગ્રામ્ય તરફથી નિરાધાર પશુઓ અને ગૌમાતા ઉપર આચરેલી ક્રૂરતા મુજબ માલવણ ગ્રામ્ય વિસ્તારમાંથી ગત રાત્રે મોડી રાત્રે મૂળી તાલુકાના રાણીપાટ તરફ પાંચ આઇસર ભરી ગેરકાયદેસર રીતે અબોલ ગૌવંશને વાહનોમાં ઉપરાછાપરી ભરી લઈ જતા ગૌ પ્રેમીઓ દ્વારા અટકાવતા પાંચ વાહનો ચેક કરતા આઈસરોના ડ્રાઇવરો ગાડીઓ મૂકીને નાસી ગયા હતા.જ્યારે ગૌરક્ષકો, ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોએ આ આઈસર ગાડીઓ ચેક કરતા એમાં 20થી ઉપર ગૌમાતાનું કરૂણતાપૂર્વક મૃત્યુ નીપજલ હતુ. આથી અખિલ વિશ્વ ગૌરક્ષા સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, જિલ્લા પોલીસ કંટ્રોલ, સ્ટેટ કંટ્રોલ સહીત તમામ લાગતા વળગતા પોલીસ અધિકારીઓને તત્કાલ ઘટતું કરી આ કાંડમાં સંડવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૌરાષ્ટ્ર ભરના ગૌરક્ષકો રાણીપાટ પહોંચ્યા હતા.ત્યારબાદ મુળી પોલીસ દ્વારા આ પશુઓ ભરેલા ટ્રકોને ધાંગધ્રાના પીપરાળા પાંજરાપોળ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગૌરક્ષકોએ જીવના જોખમે ઓપરેશન કરી એકસોથી વધુ પશુઓને પાંજરાપોળ સલામત ઉતાર્યા હતા. 20થી ઉપર ગૌમાતા જે કરુણતાપૂર્વક મૃત્યુ પામી છે તેને સરકારી એનિમલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવા ગૌરક્ષકોએ જણાવ્યુ હતું. રોષે ભરાયેલા ગૌરક્ષકો અને ગૌપ્રેમીઓએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ ક્રૂરતાપૂર્વક પશુઓ જે મૃત્યુ પામ્યા છે. એમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આ કેસમાં પોલીસ તપાસમાં જે કોઈના નામ ખૂલે અને આ કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર પોલીસ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.