પાલનપુરમાં ગુરુ નાનક દેવ ની જન્મ જયંતી ધામધૂમથી ઉજવવામાં આવી
શીખ ધર્મના ધર્મગુરુ ગુરુનાનક દેવની જન્મ જયંતી નિમિત્તે પાલનપુરમાં આવેલા વડલીવાલા પરા વિસ્તારમાં આવેલા ગુરુનાનક દરબારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં સવારે પ્રભાત ફેરી ભજન કીર્તન લંગર પ્રસાદ નું આયોજન પાલનપુર સિંધી સમાજ અને શીખ ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું તેમ જ બહાદુર ગંજ તીન બત્તી વિસ્તારમાં આવેલ મોતીભાઈ ના માંડમાં પણ ગુરુનાનક જયંતિ નિમિત્તે ભજન કીર્તન અને લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભજન કીર્તન અને દર્શનનો લાભ લીધો હતો..