જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર આવેલી

પ્રાચીન બૌધ્ધ વિરાસતો જેવી કે ઈટવા, રૂદ્દેશન,

બૌધ્ધ વિહાર, બોરદેવી પાસે બોરીયા સ્તૂપ,

સદર્શન બૌધ્ધ તળાવ, માઈગઢેચીની બૌધ્ધ

ગુફાઓ, જેતલવડની બૌધ્ધ ગફાઓ(વિસાવદર),

ચિત્રોડની બૌધ્ધ ગુફાઓ, બાબા પ્યારેની ગુફા,

ખાપરા કોઢીયાના ભોંયરા, ઉપરકોટ અંદર

આવેલી બૌધ્ધ ગુફાઓ, સકકરબાગ પ્રાણી

સંગ્રહાલયની અંદર આવેલી પ્રાચીન ભગવાન

ગૌતમ બધ્ધની મૂર્તિઓની હાલત હાલમાં

ખુબજ દયનીય છે તથા ગુજરાત ભરમાં જયાં

પણ બૌધ્ધ વિરાસતો આવેલ છે તે તમામની

જાળવણી અને રખરખાવ માટે પુરાતત્વ ખાતા

તરફથી તાત્કાલીક ધોરણે યોગ્ય કરવા બાબતે

ભુજ નો વિકાસ ફોજ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને

માગણીઓ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જ્યારે આપણાં

ભારત દેશે વિશ્વનેશાંતિ, કરૂણા, મૈત્રીના પાઠ

શીખડાવનાર તથાગત બુધ્ધ આપ્યા હોય તે

દેશમાં તે મહામાનવની ઐતિહાસિક વિરાસતોની

આવી દયનીય હાલત કેટલા અંશે વ્યાજબી

છે ? વિશ્વ જેને વંદન કરે છે તેવા ભારત

દેશના સપૂત તથાગત ગૌતમ બુધ્ધ ભારતની

શાન છે. તો બીજી તરફ ઈટવા રૂદુશન બૌધ્ધ

વિહાર ૨૦૨૫ વર્ષ પહેલાની ઈંટો ચોરાયેલ છે.

ઉત્ખનના દરમ્યાન જે પણ બૌધ્ધ ધર્મના પ્રતિકો

મૂર્તિઓ અને ચિહનો મળેલા છે તેને એકત્રીત

કરી યોગ્ય જગ્યાએ મ્યુઝીયમમાં લોકોની વચ્ચે

મુકવા.બોરદેવી પાસે આવેલ ગુજરાતનો મોટામાં

મોટો સ્તુપ બોરીયા સ્તૂપ સુધી જવાનો માર્ગ છે

અને તેની ફરતે ફેન્સીંગ કે દિવાલ કરી પુરાતત્વ

વિભાગનું બોર્ડ અને કાનુની ચેતવણીના બોર્ડ

મારવો, ખાપરા ખોઢીયા અને બાબા પ્યારેની

ગુફામાં આવતા પ્રવાસીઓ માટે સ્થળ ઉપર

ઓફલાઈન ટીકીટ મળે તેવી વ્યવસ્થા કરવી,

ઉપરકોટ ઉપર આવેલ બૌધ્ધ વિરાસતમાં અમુક

ખંડીત ભાગ છે તેને યોગ્ય રીતે રિનોવશન કરી

તેની જાળવણી માટે સિકયુરીટી ગાર્ડ તૈનાત

કરવા.વહેલી તકે યોગ્ય નિરાકરણ કરવામાં

આવે. આ બાબતે બહુજન વિકાસ ફૌજ શહેર પ્રમુખ

નરેન બૌદ્ધ, વનરાજ સોલંકી, વિશાલ વાઘેલા,

વિનોદ મકવાણા, અજય પટેલ, રાઠોડ રોહિત,

વાળા ગોપાલ, પરમાર જીતુ ભાઈ, અશોક બૌદ્ધ,

દિલસુખ ચૌહાણ અને નિખિલ ચૌહાણ તેમજ

સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ