અમરેલી તા.૦૮ નવેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની આદર્શ આચારસંહિતા સમગ્ર જિલ્લામાં અમલી છે. અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદારો પૈકી ઉમેદવારીની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે છે. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવેલ વિગતો મુજબ આજરોજ તા.૮ નવેમ્બર-૨૦૨૨ના રોજ એકપણ ઉમેદવારી પત્ર અમરેલી જિલ્લામાં ભરવામાં આવ્યું નથી. વધુમાં જિલ્લામાં તા.૮ નવેમ્બર,૨૦૨૨ના રોજ ૯૪-ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તારમાં એક વ્યક્તિએ બે (૨) ફોર્મ ઉપાડ્યા છે. ૯૫-અમરેલી-વડીયા-કુંકાવાવ વિધાનસભા મત વિસ્તારમાં આઠ (૮) ફોર્મ ઉપાડ્યા છે. ૯૬-લાઠી-બાબરા વિધાનસભા મતવિસ્તારમાં એકપણ ફોર્મ ઉપડ્યું નથી. ૯૭-સાવરકુંડલા - લીલીયા વિધાનસભા મતવિસ્તારમાં ૫ વ્યક્તિએ નવ (૯) ફોર્મ ઉપાડ્યા જે તમામ અપક્ષ છે. ૯૮-રાજુલા-જાફરાબાદ વિધાનસભા મતવિસ્તારમાં આજે કોઈએ પણ એકપણ ફોર્મ ઉપાડ્યું નથી. મહત્વનું છે કે, તા.૦૫ નવેમ્બર,૨૦૨૨થી ઉમેદવારી પત્રો સ્વીકારવાની શરુઆત થતાં તે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ સુધી નિયત સમયમર્યાદા સુધીમાં સ્વીકારવામાં આવશે. વધુમાં તા.૧૭ નવેમ્બર,૨૦૨૨ના રોજ બપોરના ૩-૦૦ કલાક પહેલા ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'बेनकाब हो गई है केंद्र और बीरेन सरकार, मोदी-शाह को पहले से पता थी घटना' Manipur Viral Video पर बोले सुरजेवाला
Manipur Violence: कांग्रेस सांसद रणदीप सुरजेवाला (Congress MP Randeep...
ડીસા દક્ષિણ પોલીસની ટીમે જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા
બનાસકાંઠામાં લોકસભા ની ચૂંટણીને લઇ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર...
ત્રાપજ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહે આશુતોષ અન્નક્ષેત્રના સહયોગથી પુણ્યનું ભાથું બાંધ્યું જુઓ
ત્રાપજ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહે આશુતોષ અન્નક્ષેત્રના સહયોગથી પુણ્યનું ભાથું બાંધ્યું જુઓ