મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.બી વોરા સાહેબ તથા સર્કલ પો.ઇન્સ.શ્રી કે.સી.રાઠવા નાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા તથા ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓ ને પકડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે પો.સબ ઇન્સ . શ્રી એસ.આર.ગોહીલ તથા સર્વેલન્સ સ્કોડના A.S.I.મનીષભાઇ ધીરૂભાઇ જોષી નેં ફરજ દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ આધારે ચલાલા પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૧૩૨૨૦૪૨૯ા ૨૦૨૨ ધી ગુજ.પ્રોહી કલમ ૬૬ ( ૧ ) બી , ૬૫ ( એ ) ( ઇ ) , ૧૧૬ ( બી ) મુજબનો કામનો આરોપી અવધ ભરતભાઇ જીયાણી રહે.ચલાલા , સાટોડીપરા તા.ધારી જી.અમરેલી વાળા એ તેમના રહેણાંક મકાનની બાજુમાં આવેલ પડતર મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ -૮૦ કિં.રૂ .૩૦,૦૦૦ / - ની પ્રોહી મુદામાલ સંતાડી રાખેલ હોય જે રેઇડ દરમ્યાન મળી આવેલ હતો તે દરમ્યાન મજકુર આરોપી પાસા તળે વડોદરા જેલમાં હોય અને પાસા માથી છુટ્યા બાદ નાસતો ફરતો હોય તે ચલાલા ગામે આવેલ હોવાની ખાનગી બાતમીદારો મારફતે માહીતી મળેલ અને આરોપીનુ લોકેશન મેળવી મીઠાપુર ( ડું ) ગોપાલગ્રામ ચોકડી ખડખડીયા હનુમાનદાદા ના મંદિર પાસે થી મજકુર ને સદર ગુન્હો ના કામે પકડી ધોરણસર ની કાર્યવાહી કરેલ છે . આરોપીની વિગતઃ ( ૧ ) અવધ ભરતભાઇ જીયાણી ઉ.વ .૨૭ ધંધો ખેતી રહે ચલાલા , સાટોડીપરા તા.ધારી જી.અમરેલી આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.આર.ગોહીલ તથા સર્વેલન્સ સ્કોડના ASI મનીષભાઇ ધીરૂભાઇ જોષી , મદ ભગીરથભાઇ રાવતભાઇ ધાધલ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી