કલેક્ટર આયુષ ઓકે અનાજમાફિયાઓ સામે કાયદાનો કોરડો વીંઝ્યો. સચિન સરકારી અનાજ કૌભાંડમાં ચોર્યાસી
મામલતદાર વિધિવત ગુનો દાખલ કરાવશે.
ગોડાઉન મેનેજરની સાથે અનાજ વેચનારા-ખરીદનાર સામે ગાળિયો કસાશે.
સચિન સરકારી અનાજના ગોડાઉન પરથી ગરીબોના હકનું
અનાજ સગેવગે કરવાના કારસ્તાનમાં સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકે ચોર્યાસી મામલતદાર જિગ્નેશ પટેલને
ગુનો નોંધાવવા અધિકૃત કર્યા છે. તેથી ચોર્યાસી મામલતદાર
આગામી દિવસમાં અનાજમાફિયાઓ સામે ફોજદારી ગુનો નોંધાવશે. સચિનના ગોડાઉન મેનેજર પ્રીતિ ચૌધરીની સાથે
સાથે અનાજ સગેવગે કરવામાં હાથ કાળા કરનારા અને ખરીદનારા સામે ગાળિયો કસાશે.
સચિન ગોડાઉન પરથી કરોડો રૂપિયાનું સરકારી અનાજ ઓહિયા કરીના કારસ્તાનમાં સુરત જિલ્લા કલેક્ટરે અનાજમાફિયાઓ સામે કાયદાનો કોરડો વીંઝ્યો છે. ઘઉં,
ચોખા, તુવેરદાળ સહિતનો કરોડો રૂપિયાનો જથ્થો કૌભાંડિયાઓએ મિલોને વેચી દઈ પોતાનું ઘર ભર્યુ હતું.
ત્યારે અનાજમાફિયાઓને સબક શિખડાવવા જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી ગુનો નોંધાવવા આદેશ જારી
કર્યો છે. આ સાથે જ ચોર્યાસી મામલતદાર જિગ્નેશ પટેલને ફરિયાદ નોંધાવવા અધિકૃત કર્યા છે.