દિયોદર ના અગ્રણી યુવાન કાર્યકર અનુપજી ઠાકોરના ના દાદી ૧૦૦ વર્ષ ની ઉંમરે દેવલોક પામ્યા..દિયોદર શક્તિનગર સોસાયટીમાં સદી પર જીવન વિતાવનાર ગનીબેન પોપટજી ઠાકોર નું ૧૦૦ વર્ષ ની ઉંમરે દુઃખદ નિધન થતા પરિવારજનોમાં દુઃખ ની લાગણી છવાઈ છે .દિયોદર ગજાનન યુવક મંડળ પ્રમુખ, માનવતા ગ્રુપ અગ્રણી અને તાલુકા પ્રેસ કલબના મંત્રી દિયોદર મીડિયા પોઇન્ટ ના ઓનર અને ક્ષત્રિય જ્યોત ના નિવાસી તંત્રી ગ્રામ પંચાયતના સદસ્ય પતિ શ્રી અનુપજી ભૂરાજી ઠાકોર ના દાદી માં હતાં.તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના રોજ વહેલી સવારે ગનીબેન પોપટજી ઠાકોરે વહેલી સવારે અંતિમ શ્વાસ લઈ દેવલોક પામ્યા હતાં જે દુઃખદ સમાચાર વાયુવેગ પ્રસરતા સગા સબંધી પણ આવી પહોંચ્યા હતા જેમાં અંતિમ યાત્રા પણ પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા..
લીલી વાડી મૂકીને ગયેલા ગની માને..હાર્દિક શ્રદ્ધાંજલિ.. પરમાત્મા તેમના દરબારમાં સ્થાન આપે