જેમાં કાર્યાલયનું ભાડું ૧૩૦૦ , ચાનો કપ ૪.૨૦ માં , ખેસ ૧૦ રૂપિયાનો , ગાદલાનું ભાડું ૫ , ટોપી ૩૦ ની તથા લોકડાયરો ૮ હજારનો ફુલહારના રૂા .૩૦ અને સાદી ખુરશીના રૂા .૧૩.૯૦ ગણવામા આવછે.

વિધાનસભાની ચુંટણીમા ઉમેદવાર માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે . ત્યારે પ્રચાર દરમિયાન ખર્ચની ગણતરી કરવા તંત્ર દ્વારા વિવિધ ભાવો નક્કી કરાયા છે . અને રાજકીય પક્ષો સાથે બેઠક કરી જે ભાવો ખુબ જ ઉંચા હતા તેને નીચા પણ કરી દેવાયા છે . જો કોઇ ઉમેદવાર કોઇ સમાજની વાડી ભાડે રાખે તો તંત્ર દ્વારા રોજનુ ભાડુ રૂપિયા ૧૭૫૦૦/-ગણવાનું નક્કી કરાયુ હતુ .

   આમ જોવા જઈએ તો અમરેલીમા ઘણી વાડીઓના ભાડા ખુબ ઓછા હોય વિવિધ પક્ષોની રજુઆત બાદ હવે વાડી દ્વારા ભાડાની જે પહોંચ અપાય તે સ્વીકારવાનુ નક્કી કરાયુ હતુ . કોઇપણ વસ્તુનો ખર્ચ રાજયના જુદાજુદા શહેરો અને વિસ્તારમા જુદોજુદો આવે છે. જેથી અમરેલી જિલ્લાના તંત્ર દ્વારા નક્કી કરાયેલા વિવિધ ભાવો માત્ર અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે જ લાગુ પડશે . કોઇપણ પક્ષનો ખેસ ૧૦ રૂપિયાનો ગણવામા આવશે . જયારે કટઆઉટ ચો.ફુટના રૂપિયા ૭૬ લેખે ગણાશે .

 ફુલના નાના હારનો ઉપયોગ થશે તો રૂપિયા ૩૦,રૂપિયા નો ખર્ચ ગણવામા આવશે .

જયારે નાનો બુકે રૂપિયા ૩૦ નો અને મોટો બુકે રૂપિયા ૯૫ નો ગણાશે . કોઇ કાર્યક્રમમા ઢોલીને બોલાવાશે તો પ્રત્યેક ઢોલ દીઠ રૂપિયા ૩૩૦ નો ખર્ચ ગણવામા આવશે .

જયારે ડી.જે.નો ઉપયોગ કરાશે તો રૂપિયા ૭૫૦૦ નો ખર્ચ ઉમેદવારના ખાતામા ઉધારી શકાછે . સાફાનો ખર્ચ રૂપિયા ૧૫૦ , પાઘડીનો ખર્ચ રૂપિયા ૫૦૦ , સાદી ટોપીનો ખર્ચ રૂપિયા ૩૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે .

 ઉમેદવાર રોશની લાઇટસ કરશે તો રોજનો ૧૨ હજારનો ખર્ચ ગણવામા આવશે . જયારે એલ.ઇ.ડી.વાળા રથનુ પ્રતિ દિવસનુ ભાડુ રૂપિયા ૨૪૩૨૦/-મુજબ . પંખાનુ રોજનુ ભાડુ રૂપિયા ૧૪૯ ગણાશે .

જયારે જનરેટરનુ ભાડુ ૨૨ હજાર ગણવાનું રહેછે.. કોઇપણ સ્થળે ખુરશીનુ ભાડુ રૂપિયા ૧૩.૯૦ રોજના ગણાશે . જયારે વી.વી.આઇ.પી સોફાના રૂપિયા ૨૩૦૦ અને વી.આઇ.પી. સોફાના ૧૯૫ ગણવામાં આવશે .

કોઇ માણસને કામે રખાયા હશે તો તેનુ રોજનુ વેતન રૂપિયા ૩૮૦ ગણાશે . જયારે ચાના રૂપિયા ૪.૨૦ , કોફીના ૬.૫૦ અને નાસ્તાના રૂપિયા ૨૩ નો ખર્ચ ગણવાનુ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે .

આ ઉપરાંત લંચના રૂપિયા ૬૪.૫૦ , પાણીના જગના રૂપિયા ૨૨.૫૦ , ટેબલ ભાડુ રૂપિયા ૧૨૫ , મોમેન્ટોના રૂપિયા ૨૭૫ , ટીવીના રોજના રૂપિયા ૩૨૦૦, એ.સી. હોટેલનુ ભાડુ રૂપિયા ૧૪૦૦ અને ગેઇટના રૂપિયા ૪૮૦૦ , સ્ટેજ બ્રેકગ્રાઉન્ડના રૂપિયા ૧૨૭૫૦, મુજબ ખર્ચ ગણવાનુ નક્કી કરાયુ છે .

 રાજકીય પક્ષોએ કેટલાક ખર્ચની આકારણી ઉંચી હોવાની રજુઆત કરતા તેની આકારણી નીચે પણ લઇ જવામા આવી છે .

  કાર્યાલયનું શહેરી અને ગ્રામ્ય વિસ્તારનું ભાડું જુદું જુદું નક્કી કરેલ છે.કોઇપણ ઉમેદવાર શહેરી વિસ્તારમા કાર્યાલય ખોલશે તો એક હજાર સ્કેવર ફિટના કાર્યાલયનુ રોજનુ ભાડુ રૂપિયા ૧૨૦૦ તથા ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા ૮૦૦ ગણવામાં આવશે . જયારે તેથી મોટા કાર્યાલયમા શહેરી વિસ્તારમા ૧૫૦૦ અને ગ્રામિણ વિસ્તારમા ૧૦૦૦ ગણાશે .

બે ફુટની ઉંચાઇના સ્ટેજનુ ભાડુ પ્રતિ ચો.મીટર ૧૮૫ તથા એથી ઉંચા સ્ટેજ માટે ૨૩૬.૭૨ અને કલાકારના સ્ટેજ માટે રૂપિયા ૧૯૦ નક્કી થયુ છે . જયારે ૧૫ ફુટ ઉંચા મંડપ માટે પ્રતિ ચો.મીટર ૫૦.૭૫ નુ ભાડુ નક્કી કરવામા આવ્યું છે .

 કલાકારો અને ડાયરાનો ભાવ રાજકીય કાર્યક્રમના સ્ટેજ પર કોઇ કલાકાર હશે તો તેનો ખર્ચ રૂપિયા ૫૦૦ ગણાશે . જયારે એક નાટકનો રૂપિયા ૯ હજાર અને તેમા વધુ કલાકારો હશે તો ૧૨ હજાર સુધીનો ખર્ચ ગણાશે . ભવાઇનો ખર્ચ ૩ હજાર , કઠપુતળી શોનો ખર્ચ ૧૨૦૦ , તાલુકા કક્ષાના ડાયરાનો એક હજાર અને જિલ્લા કક્ષાના ડાયરાનો ૧૪ હજાર ખર્ચ ગણવામા આવશે .

ગાદલા - ગોદડા અને ઓશિકાનું ભાડું ઉમેદવાર દ્વારા કાર્યાલય કે કાર્યક્રમના સ્થળે જયાં પણ ગાદલા કે ચાદરનો ઉપયોગ કરાશે તો એક સેટના રોજના ૧૪નો ખર્ચ ગણાશે . જયારે ઓશિકાનુ રોજનુ ૧૦ રૂપિયા ભાડુ ગણવાનું રહેશે.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.