સુરતના વેડ રોડ વિસ્તારમાં વિસ્તારમાં ચાર વર્ષનો એક બાળક તેના પરિવારથી ખોટું પડી ગયું હતું. ત્યારે આ બાળક ચોક બજાર પોલીસ મથકના પીએસઆઇ ચુડાસમાને મળ્યું હતું. પોલીસે ભારે જહેમત બાદ બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી આપતા પરિવાર અને બાળકમાં અનેરી ખુશી છવાઈ હતી.
ચાર વર્ષનું બાળક પરિવારથી થઈ ગયું વિખૂટું સુરતના વેડરોડ વિસ્તારમાંથી એક ચાર વર્ષનું બાળક તેના પરિવારથી અચાનક ગુમ થઈ ગયું હતું. આ બાળક રસ્તા પર પરિવારને શોધી રહ્યું હતું. માતા-પિતાથી દૂર થઈ જતા બાળક ગભરાઈ ગયું હતું. પરિવાર પણ તેના બાળક માટે ચિંતિત હતું. દરમિયાન સુરતની ચોક બજાર પોલીસની ટીમને બાળક મળી આવ્યું હતું અને તેના પરિવાર સાથે મિલન કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
પોલીસની ટીમને બાળકનું પરિવાર સાથે મિલન કરાવવા પડી ભારે મુશ્કેલી સુરતના ચોક બજાર પોલીસ મથકના પીએસઆઇ ચુડાસમાને ચાર વર્ષની ઉંમરનો બાળક વેડરોડ પરથી મળી આવ્યો હતો. મહિલા પીએસઆઇએ તેનું નામ પૂછતા પોતાનું નામ પ્રથમ બતાવ્યું હતું. જ્યારે માતાનું નામ નયનાબેન હોવાનું જણાવ્યું હતું. બસ આ બાળક ફક્ત આ બે જ નામ બોલી શકતો હતો. ક્યાં રહે છે? કેવી રીતે ગૂમ થયો? કેવી રીતે પરિવારથી વિખૂટો પડી ગયો? કાંઈ જ બોલી શકતો ન હતો. જેથી પોલીસ માટે પણ ખૂબ જ કપરી પરિસ્થિતિ તેના પરિવાર સાથે મિલન કરાવવુ મુસિબત સમાન બની ગયું હતું.
પોલીસે ભારે જહેમત બાદ બાળકનું પરિવાર સાથે કરાવી આપ્યું મિલન ચોક બજાર પોલીસ મથકના શી ટીમના મહિલા પીએસઆઇ ચુડાસમા પીસીઆરમાં પેટ્રોલિંગ પર હતા. દરમિયાન ચાર વર્ષનો પ્રથમ નામનો બાળક વેડ રોડ પરથી મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તેને તેના પરિવાર સાથે મિલન કરાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી. બાળક કાલી ઘેલી ભાષામાં સ્પષ્ટ અને ચોખ્ખું બોલી શકતો ના હતો. તેમ છતાં પોલીસે તેને પીસીઆર વાનમાં સાથે લઈ ગઈ હતી. એક કલાકથી વધુ સમય પોલીસે પરિવારની શોધખોળ કરી હતી. દરમિયાન ભારે જહેમત બાદ ચાર વર્ષના બાળક પ્રથમનું પરિવાર પોલીસને મળી આવ્યું હતું કતારગામના વિજયનગર સોસાયટીમાં રહેતા બાળકના માતા નયનાબેન મહેશભાઈ ઝાવરેને પોલીસે આખરે શોધી કાઢ્યું હતું.