કોંગ્રેસી ધારાસભ્ય અંબરીશ ડેરની પણ હાજરી જોવા મળીહતી. કિર્તીદાનભાઈ ગઢવી , માયાભાઈ આહીર સહિતના કલાકારો ડાયરામાં ઉપસ્થિત હતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં યોજાયેલો લોકડાયરાની રાત્રિના ૧૦ વાગ્યા સુધીની મંજૂરી હોવા છતા ૧ વાગ્યા સુધી ચાલુ રહેતા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે . કીર્તિદાન અને માયાભાઈ આહીરના ડાયરામાં રાજુલા - જાફરાબાદના ધારાસભ્ય અંબરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા . અંબરીશ ડેર દ્વારા જ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા - જાફરાબાદ - ખાંભા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર પરિવાર આયોજિત લોકડાયરા યોજાય રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે રાજુલા તાલુકાના મોરંગી નજીક ડુંગર આસરણા વચ્ચે હોડાવાળી ખોડિયાર માતાજીને લાપસી ધરી ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરો યોજાયો હતો . જેમાં કલાકારો કીર્તિદાન ગઢવી , માયાભાઈ આહીર , અરવિંદભારથી , ભરતભાઇ બોરીચા , સાવજભાઈ આહીર સહિત કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી . મોટી સંખ્યામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત અહીં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર અને તેમનો પરિવાર સહિત સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈ

કળસરીયા સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા અહીં કોટડી જિલ્લા પંચાયત બેઠક ઉપર ધારાસભ્યની ગ્રાન્ટ માંથી એક એમ્બ્યુલન્સ ફાળવી હતી. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ . ડાયરામાં યુવક સામે ગુન્હો નોંધાયો હાલ વિધાનસભા ચૂંટણી જાહેર થઈ છે અને હાલ ચૂંટણીનો માહોલ છે ત્યારે આ ડાયરાની પરમિશન સાગરભાઈ દિનેશભાઈ રાદડીયા દ્વારા લેવામાં આવી હતી . તંત્ર દ્વારા ૧૦ વાગ્યા સુધીની મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાં આ ડાયરો રાત્રિના ૧ વાગ્યા પછી પણ મોડે સુધી ચાલતો હતો ત્યારે ડુંગર પોલીસ દ્વારા ૧૮૮ મુજબ સાગરભાઈ રાદડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે . આ પ્રકારનો ગુન્હો નોંધાતા રાજકારણ ગરમાયુ છે જોકે ૨૦૧૭ માં ખાંભા બોરાળા નજીક ડાયરામાં પણ ગુન્હો નોંધાયો હતો .