ખંભાતના કંસારી જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી મીલમાંથી ૧૩.૭૫ લાખના ચોખા ભરી કન્ટેનર ચાલકે બારોબાર તમામ ચોખા વેચી નાખ્યા હતા.આ અંગે મિલના સંચાલકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે સંદર્ભે પોલીસે તપાસ આદરી હતી.પરિણામે ખંભાત પોલીસે હાલ કન્ટેનર જપ્ત કર્યો છે ઉપરાંત બારોબાર વેચેલ ચોખાનો ૫૦% જથ્થો પણ જપ્ત કર્યો છે.

(સલમાન પઠાણ-ખંભાત)