ડીસામાં આજે અલગ-અલગ બે અકસ્માતોમા બે યુવકોના મોત થયા હોવાની ઘટનાઓ બની છે. બનાસપુલ પાસે આજે ડમ્પરચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે ભોપાનગર પાસે બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. બંને અકસ્માતમાં બે બાઈક ચાલકોના મોત નિપજ્યા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસાના ભોપાનગર વિસ્તારમાં રહેતો મહેન્દ્ર વણકર નામના યુવકના એક મહિના બાદ લગ્ન હતા. તે દરમિયાન આજે આ યુવક તેના સાળાને બાઈક પર આખોલ ચાર રસ્તા પાસે મુકવા ગયો હતો અને સાળાને મૂકીને પરત આવી રહ્યો હતો. તે સમયે બનાસ પુલ પાસે ડમ્પરચાલકે બાઈકસવાર યુવકને અડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઇક ચાલક યુવક ડમ્પરના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી અકસ્માતગ્રસ્ત ડમ્પરને પોલીસ મથકે લાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મરનાર યુવક મહેન્દ્ર વણકરના એક મહિના બાદ લગ્ન હતા અને પરિવાર પણ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતું. ત્યારે લગ્ન પૂર્વે જ આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ સિવાય ડીસા પાટણ હાઇવે પર ભોપાનગર ફાટક પાસે બે બાઈક સામ સામે ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક સચિન ઠાકોરનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. જ્યારે અન્ય બાઇક ચાલક મુકેશ ઠાકોરને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે 108 એમ્બ્યુન્સ વાન તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યારે ડીસા તાલુકા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.