ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ગઈકાલે અવિવારે રાત્રે વાગડના બન્ને પક્ષના અગ્રણી નેતાઓનો મહેફિલનો ફોટો વાયરલ થયો હતો. એક બાજુ ભુજ કોંગ્રેસ નાં કદાવર નેતાઓ એ રાજીનામું આપ્યું ત્યારે તે ઘટના નાં કલાકો બાદ શરાબ ની મહેફીલ માણતા બન્ને પક્ષના અગ્રણી નેતાઓનો નો ફોટો વોટસએપ માં વાઇરલ થતા ચકચાર પ્રસરી છે. આ અંગે ફોટામાં જોવા મુજબ વાગડના ભાજપ અને કોંગ્રેસના અગ્રહરોળના નેતાઓ કોઈ હોટેલના રૂમમાં દારૂની મહેફીલ માણતા હોવાનું દેખાય છે.

તસવીર માં જોવા મુજબ દારૂની બોટલ, નાસ્તાની ડીશ, કિનલે સિદા ની બોટલ અને રેડબુલ નામ નો એનર્જી ડ્રીંક પણ તસવીરમાં દેખાઈ રહ્યો છે. ગઈકાલે રાત્રીના 11 વાગ્યા બાદ જ સોશ્યલ મીડીયામાં આ તસવીર અલગ અલગ ગ્રુપમાં વાયરલ થતા વાગડના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.દારૂની મહેફિલ ની તસવીર વાઇરલ થયા બાદ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું નથી.

ગઈકાલે રવિવારે બનેલી બન્ને ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની હતી. દરેક નાગરિકોના મોઢે દારૂ અને રાજીનામા ની ચર્ચાઓ એ ખાસ્સો એવો જોર પકડ્યુ હતું.