આંદમાન અને નિકોબાર ટાપુઓમાં આજે વહેલી સવારે ભૂકંપના ઝટકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. આ અગાઉ પણ ગત 3 સપ્ટેમ્બર અને 10 નવેમ્બરના રોજ અહીં ભૂકંપના ઝટકા આવ્યા હતા. જ્યારે ગુજરાતમાં પણ અમરેલી જીલ્લાના સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં આજે સવારે 10:40 અને 11:18 કલાકે ભૂકંપના ઝટકા આવ્યા હતા. 40 મિનિટમાં 2 વખત ભુકંપના ઝટકા આવ્યા હતા. અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. જેથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.